________________
લોગસ્સ મહાસૂત્ર
ચૈઃ સૂત્રરંતુ નાવિતિમ ચરણ-કરણ-કિયાકલાપરૂપ વૃક્ષના મૂળ સમાન સામાયિક આદિ છ અધ્યયનેવાળું અને શ્રુતસ્કન્ધ એવું આવશ્યકસૂત્ર અર્થથી તીર્થકરેએ અને સૂત્રથી ગણધર ભગવંતોએ રચેલું છે.”
થોડાં વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ થશે. મોક્ષપ્રાપ્તિના કારણરૂપ સમ્યારિત્રનું ઘડતર કરવા માટે જૈન શામાં ચરણ-કરણનું વિધાન છે અને તેને લગતા ૭૦–૭૦ બેલેની પ્રસિદ્ધિ છે. વળી દર્શન, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિને માટે સામાયિકાદિ અન્ય કિયાએ પણ જાયેલી છે. આ બધી વસ્તુઓને જે આપણે એક પ્રકારનું વૃક્ષ કલ્પીએ તે આવશ્યસૂત્ર એ તેનું મૂલ છે. અહીં આવશ્યકસૂત્રને
ધ્યયનાત્મક અને શ્રુતસ્કન્ધ એવાં બે વિશેષણો લગાડ્યાં છે, તેને અર્થ એ છે કે આ આવશ્યકસૂત્ર છ અધ્યયનવાળું છે અને તે જ્ઞાનના ભંડાર જેવું છે. તેની રચના અર્થથી તીર્થકર ભગવંતોએ અને સૂત્રથી ગણધર ભગવંતએ કરેલી છે.
અમને લાગે છે કે આવશ્યસૂત્રના કર્તૃત્વ અંગે આટલી વિચારણું બસ છે.
૧. ચરણસિત્તરીના ૭૦ બોલે આ પ્રમાણે જાણવાઃ ૫ મહાવ્રતો, ૧૦ શ્રમણધર્મો, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યાગુતિઓ, ૩ જ્ઞાનાદિત્રિક, ૧૨ તપ અને ૪ ક્રોધાદિ કષાયને નિગ્રહ.
કરણસિત્તરીના ૭૦ બેલે આપ્રમાણે જાણવાઃ ૪ પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ.