________________
૩૮
આ લેગસ મહા સૂત્ર પડે છે. આવાં જિનાગને જે આપણે પવિત્ર-અતિપવિત્ર ન માનીએ તો આપણે બુદ્ધિને લંછન લાગે અને આપણે મૂર્ણોની જમાતમાં જ બિરાજવું પડે.
જિનાગરમો પવિત્ર એટલે આવશ્યસૂત્ર પવિત્ર, કારણ કે તે એમાંનું એક છે. અને આવશ્યકસૂત્ર પવિત્ર એટલે લેગસસૂત્ર પવિત્ર, કારણ કે તે એને એક ભાગ છે. આ એટલું તર્કસંગત વિધાન છે કે તેને સ્વીકાર કર્યા વિના ચાલે જ નહિ. છતાં અહીં કેઈએમ કહેતું હોય કે “પવિત્ર પિતાને પુત્ર પવિત્ર જ હોય એવું સદા બનતું નથી. તે એ બે જુદા વ્યક્તિત્વની વાત છે. અહીં તે સોનાની પાટને એક ટૂકડો સોનું જ હોય, એ ન્યાય ગ્રહણ કરવાને છે.
કેટલાક કહે છે કે “અહીં પવિત્ર-અપવિત્રની વિચારણા જ શા માટે ? સૂત્રે તે બધાં જ પવિત્ર હોય છે.” પરંતુ તેમની આ સમજણ-આ માન્યતા ભૂલભરેલી છે. આ જગતમાં અનેક શાસ્ત્રો–સૂત્ર રચાયાં છે, તે બધાં જ પ્રશસ્ત કે પવિત્ર નથી. તેમાંના કેટલાંક પ્રશસ્ત અને પવિત્ર છે, તો કેટલાંક અપ્રશસ્ત અને અપવિત્ર પણ છે. જે હિંસાને ઉપદેશ આપે, આડેધડ મેજમજાહ કરી લેવાનું જણાવે કે મધ-માંસ-મસ્ય-મુદ્રા-મૈથુનસેવનને કર્તવ્ય ગણવે, તેને તમે શું પ્રશસ્ત અને પવિત્ર ગણશે ? જેમણે આવાં શા-સૂત્રને પવિત્ર માની તેને આદર કર્યો, તેઓ પાપપંકના ઊંડા ખાડામાં પટકાઈ પડ્યા અને આખરે બેહાલ બની મરણને શરણ થયા. પરકમાં પણ તેમની અવગતિ