________________
લેગસ્સ મહા સૂત્ર હવે લેગસસૂત્રની પવિત્રતા અંગે વિચારણા કરીએ. અહીં એક પાઠકમિત્ર કહે છે કે “લેગસ્સ એ એક પવિત્ર સૂત્ર છે” એમ અમે બધા માનીએ છીએ, એટલે તે અંગે વિચારણ-વિવેચન કરવાનું મુલતવી રાખી પ્રસ્તુત વિષયમાં આગળ વધે.’ પરંતુ અમે આ સૂચનને સ્વીકાર કરી શકતા નથી, કેમકે અમે જાણીએ છીએ કે આ વચને પિપટના રામ જેવી સ્થિતિને પડઘો પાડનાર છે. પોપટ રામ-રામ બોલીને રામભક્તિ કર્યાને દા કરે, તે એ કેણ સ્વીકારશે ? તેના માલીકે તેને રામ બોલતાં શીખવ્યું, એટલે તે રામ બેલે છે, પણ તેના અંતરમાં રામ નથી. આપણી સ્થિતિ પણ લગભગ આવી જ છે. આપણે મુખેથી એમ કહીએ છીએ કે “અમે લેગસ્સને એક પવિત્ર સૂત્ર માનીએ છીએ” પણ અંતરમાં તેનું સ્થાન નથી. જે અંતરમાં તેનું સ્થાન હત, તે આજે પરિસ્થિતિ જુદી જ હેત. અમારે તે પાઠકમિત્રના અંતરમાં લેગસ્સસૂત્રની પ્રતિષ્ઠા કરવી છે અને તે વિશેષ વિચારણું કે વિશદ વિવેચન વિના થઈ શકે એમ નથી, એટલે તેને આશ્રય લેવા તત્પર થયા છીએ.
લેગસને પવિત્ર સૂત્ર માનવાનું મુખ્ય કારણ તે એ છે કે તે અર્થથી તીર્થંકરદેવે કહેલું છે અને સૂત્રથી. ગણધર ભગવંતએ રચેલું છે કે જેમની ગણના પરમ પવિત્ર પુરુષમાં થાય છે. તીર્થંકરદેવે અને ગણધર ભગવંતે જેવા પરમ પવિત્ર પુરુષો આ જગતમાં બીજા કયા મળવાના? જેમ હીરાની ખાણમાંથી હીરા જ નીકળે છે અને આંબાના