________________
૪૦
લાગસ મહાસૂત્ર
દાદાના દાદા સુધી પહોંચશે. ખ્યાલમાં આવ્યું ને ? અહીં તમે શાણા થઈ ને એમ કહેતા હો કે અમારા દાદાના દાદાના દાદાની હસ્તી તે। હતી જ.’ તો તમે પરોક્ષ પ્રમાણના સ્વીકાર કર્યાં ગણાશે અને અમે પરોક્ષ પ્રમાણને માનતા નથી.' એવું તમારું વિધાન અસત્ય ઠરશે.
પ્રિય તર્કવાદી ! જો તમારે જ્ઞાન-વિજ્ઞાન સંપાદન કરવું હોય અને તત્ત્વસાગરના તળિયે પહાંચવું હોય, તે પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણેાના સ્વીકાર કરવા જ પડશે. જો તમે એકલા પ્રત્યક્ષને વળગી રહેશે। તે મૂર્ખ બનવાને વખત આવશે અને એ તમને પરવડશે નહિ, કારણ કે તમે આ જગતમાં એક ડાહ્યા–સમજી-સુજ્ઞ તરીકે તમારું જીવન પસાર કરવા માગેા છે.
લાગસસૂત્રના પાઠ કરતાં, તેમજ તેના પર ચિંતન –મનન કરતાં પવિત્ર ભાવાની પરંપરા જાગે છે, એ લાગસ સૂત્રની પવિત્રતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અમે તથા બીજા અનેકે આ વસ્તુને અનુભવ કર્યાં છે અને કાઈ પણ પાઠક એના અનુભવ કરી શકે છે.
તાત્પય કે લાગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા અનેક પ્રમાણેાથી સિદ્ધ છે.
*