________________
[૪] લોગસ્સસૂત્ર જિનભક્તિનું ઘોતક છે.
લેગસ્સ સૂત્ર પ્રાચીન છે, પવિત્ર છે, તેમ જિનભક્તિનું ઘાતક પણ છે. તેની આ વિશેષતાએ તેને ઘણી પ્રસિદ્ધિ આપી છે, તેને ઘણું માનભર્યું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. સામાયિકમાં લેગસ્સ આવે, પ્રતિક્રમણમાં લેગસ્સ આવે, દેવવંદનમાં લેગસ્સ આવે, સાધુધર્મની અનેક ક્રિયાઓમાં પણ લેગસ્સ આવે અને ઉપધાન જેવી મંગલમય તપશ્ચર્યામાં પણ લેગસ્સ આવે. જો તમને લેગસસૂત્ર આવડતું ન હોય તે તમે આમાંની કઈ પણ ક્રિયા યથાર્થપણે કરી શકે નહિ.
અહીં કેઈએમ કહેતું હોય કે “બીજા સૂત્ર બોલે એ સાંભળીને પણ કિયા કરી શકાય છે, તે સૂત્રપાઠ મેઢે કરવાની માથાકૂટ શા માટે કરવી?” તે આ કથન સમજ્યા વિનાનું છે. જે બીજા પર આધાર રાખીને સૂત્ર શીખવાનું માંડી વાળીએ તે છેવટે પરિણામ એવું આવે કે સૂત્ર બેલી