________________
૪૨
લેગસ્ટ મહાસુત્ર શકનારને જોળા દિવસે દીવો લઈને શેધવા જવું પડે. આજે કેટલાક ભાગમાં આવી સ્થિતિ પ્રવર્તે જ છે, તેના મૂળમાં આવા કે આ પ્રકારના વિચારે છે કારણભૂત છે. સૂત્રને પાઠ માત્ર સાંભળી જઈને કિયા કરવા માટે જ નથી, તેનું સ્મરણ-ચિંતન-મનન પણ કરવાનું છે અને તેમાંથી જ્ઞાનને પ્રકાશ મેળવવાને છે, તે સૂત્રપાઠ ન આવડતું હોય તે શી રીતે મળે? તાત્પર્ય કે લેગસ્સસૂત્રને પાઠ અવશ્ય શીખી લેવો જોઈએ, કંઠસ્થ કરી લેવું જોઈએ.
લોગસ્સને પાઠ ભણે, એટલે ચોવીશ જિનોને વંદના થાય, વશ જિનેની સ્તુતિ-સ્તવના થાય, એવીશ જિને પ્રત્યે શ્રદ્ધા-ભક્તિબહુમાનની લાગણી જાગે અને તેમના શરણે જવાનું મન થાય કે જે વ્યક્તિને એક ઉત્કૃષ્ટ પ્રકાર છે.
નવી રેશની પામેલા એક બંધુ અહીં પ્રશ્ન કરે છે કે “કેઈના પણ શરણે શા માટે જવું? આપણે તે ખુમારીથી જ જીવવું અને જીવન પૂરું કરવું. અમે તે બંધુને કહેવા ઈચ્છીએ છીએ કે, શરણે જવાની ક્રિયા દરેક વખતે બેટી કે ખરાબ હોતી નથી. વ્યવહારની મર્યાદા ઓળંગીને કેઈનું શરણ સ્વીકારવું-કેઈના આશ્રિત બનવું, એને આપણે ખોટું કે ખરાબ કામ કહી શકીએ, પણ જેઓ સંગ પારખીને ભાવિ હિત માટે સબળનું શરણ સ્વીકારે છે, તેને હરગીઝ ખોટું કે ખરાબ કામ ગણાય નહિ. રાજનીતિએ અમુક સંયોગમાં શરણાગતિને ઉપયોગી ગણી છે