________________
લેગસ મહાસૂત્ર
૪૪
ત્યાં વિષય અને કષાયે ધમસાણ મચાવી અશાંતિ ઊભી કરી રહ્યા છે અને આપણને ભૂરી રીતે સતાવી રહ્યા છે. તેમાંથી બચવું હોય તે આપણે ચારની ક્ષરણાગતિ સ્વીકારવી જોઈ એ. એક અરિહંતદેવની, બીજી સિદ્ધ પરમાત્માની, ત્રીજી સાધુ ભગવંતેાની અને ચેાથી કેવલી મહાપુરુષોએ કહેલા ધમની. આ ચારની શરણાગતિ સ્વીકારવાથી આપણે સંસારના સર્વ ભયેાથી મુક્ત બની, સાચુ' સ્વાતંત્ર્ય—સાચી આઝાદી ભાગવી શકીએ.
અહી” એ પણ જણાવી દેવા દો કે આપણે ખુમારીથી જીવી શકીએ તે। સારું છે, પણ સાગા આપણી એ ખુમારીને ટકવા દે તેમ નથી. જ્યાં શરીર, યૌવન, ધન, સ’પત્તિ, અધિકાર વગેરે વિદ્યુના ચમકારા જેવા ક્ષણિક હોય, ત્યાં ખુમારી ટકે શી રીતે ? જે લોકો મૂછ પર લીબુ ઠેરવતા હતા અને દુનિયાને નચાવતા હતા, તે પણ એક દિવસ આપડા–બિચારા બની ગયા ! એટલે ખુમારીની વાત છેડી, આપણે આપણું કર્તવ્ય વિચારીએ અને એ રીતે જીવનની સફલતા તરફ પ્રયાણ કરીએ, એ જ હિતાવહ છે.
જૈન તરીકે આપણું મુખ્ય કન્ય જિનભક્તિ છે. જેના હૃદયમાં જિન પ્રત્યે–જિન ભગવંત પ્રત્યે ભક્તિ નથી, તે જૈન શાના? જે જિનને માને-પૂજે, તે જૈન કહેવાય. આ તેના વ્યુત્પન્ન અથ છે અને તેમાંથી આપણને આપણા કે વ્યનું સૂચન મળી જાય છે.
કુમળું ઝાડ વાળીએ તેમ વળે. જો નાનપણથી જિન