________________
લેગસ્મસૂત્ર જિનભકિતનું દ્યોતક છે,
૪૩ અને ધર્મનીતિએ પણ અમુક સગમાં શરણાગતિને આવકારી છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન સેનાપતિએ ફેન્ચ સેનાપતિને કહેણ મોકલ્યું કે “અમે નજીક આવી પહોંચ્યા છીએ, તમે અમારે શરણે થાઓ, નહિ તે પેરીસ શહેરને નાશ કરી નાખીશું. સ્થિતિ ગંભીર હતી, ઉત્તર બહુ સમજીને આપવાનું હતું. પરિસ જગતનું સહુથી સુંદર શહેર, અનેક કલાકૃતિઓથી ભરપૂર, તેને જે નાશ થાય, તે સેંકડે વર્ષ સુધી બીજુ પિરિસ ઊભું થઈ શકે નહિ. અને યુદ્ધનું પાસું તે ક્યારે કેમ પલટો લે, તે શું કહેવાય ? ફ્રેન્ચ સેનાપતિએ બીજા જનરલની સાથે મસલત કરી શરણાગતિ સ્વીકારી લીધી. પેરિસ બચી ગયું. ત્યારબાદ મિત્રરાએ યુક્તિઓ-પ્રયુક્તિઓ અજમાવીને જર્મનીને હરાવ્યું અને ફ્રાન્સ ફરી સ્વતંત્ર બન્યું. તાત્પર્ય કે આ સંયોગમાં ફ્રેન્ચ સેનાપતિએ શરણાગતિ સ્વીકારી લીધી, એમાં દેખીતી નાશી ભલે હોય, પણ તે ખરેખર ડહાપણભરેલું પગલું હતું. આવી ઘટનાઓ ઇતિહાસમાં અનેક નેંધાયેલી છે.
ધર્મશાસ્ત્રો તે એમ કહે છે કે આપણે ચારે બાજુ ભયથી ઘેરાયેલા છીએ. એક બાજુ વૃદ્ધાવસ્થા અને મૃત્યુને ભય ડેળા ઘૂરકાવી રહ્યો છે, બીજી બાજુ આધિ-વ્યાધિઉપાધિઓ ભયંકર ભરડો લઈ રહી છે ત્રીજી બાજુ આસમાની-સુલતાનીના ઓળા ઉતરી આપણને ચિંતાના ચાકડે ચડાવી રહ્યા છે અને ચોથી બાજુ પણ ભયરહિત નથી.