________________
લેગસ્સસૂત્ર જિનભકિતનું દ્યોતક છે. તથા તે દિવસને પણ ધન્ય ગણું છું કે જેમાં તારી આ પ્રમાણે ભક્તિ થાય છે.”
હવે થોડું પ્રશ્નોત્તરી રૂપે
પ્રશ્ન—જિનભકિતથી પૂર્વે સંચિત કરેલાં કર્મોને ક્ષય થાય છે, જિનભક્તિની શક્તિ મુક્તિને આપણા તરફ ખેંચી લાવે છે, એ વિધાને સાંભળ્યાં, પણ મેક્ષપ્રાપક મૂલ માર્ગમાં-ઉપામાં જિનભક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, તેનું શું ? શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રારંભમાં એમ કહ્યું છે કે “સસ્થાવર-જ્ઞાન–વારિત્રાણિ મોક્ષના— સમ્યગ્રદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ મોક્ષને માર્ગ છે.”
ઉત્તર–એક્ષપ્રાપક મૂલ ઉપામાં જિનભક્તિને સ્પષ્ટ નિર્દેશ ભલે ન હોય, પણ તે સમ્યગદર્શનને અતિ મહત્ત્વને ભાગ છે, તેથી સમ્યગ્રદર્શન રૂપ છે અને એ રીતે તે મેક્ષપ્રાપ્તિનું કારણ છે.
પ્રશ્નસમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ તે તત્વભૂત પદાર્થોની-તત્વની યથાર્થ શ્રદ્ધા છે. જેમ કે- વાર્થકદ્ધાર્ન સચવનમ્ !” તે પછી જિનભક્તિ સમ્યગદર્શનને અતિ મહત્ત્વનો ભાગ શી રીતે ?
ઉત્તરજીવ–અજીવ આદિ નવ પદાથે તવરૂપ ગણાય છે, તેમ દેવ, ગુરુ અને ધર્મ પણ તત્ત્વરૂપ ગણાય છે. જૈન ધર્મમાં આને ત્રણ તારક ત માનવામાં આવ્યાં