________________
લોગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
૩૯
જ થઈ હશે, એમ માનવું અનુચિત નથી. તાત્પર્ય કે સૂત્રની પવિત્રતા–અપવિત્રતાના વિચાર ઘણા મહત્વના છે, તેથી જિજ્ઞાસુજનાએ તેના આશ્રય અવશ્ય લેવા જોઈ એ.
આજના તર્કવાદીઓ કહે છે કે અમે તેા પ્રત્યક્ષ પ્રમાણને માનનારા છીએ, પાક્ષ પ્રમાણના સ્વીકાર કરતા નથી, માટે આ ખાખતનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ હોય તે જણાવો.’ અમે પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કરવાની સ્થિતિમાં છીએ અને તે અહીં અવશ્ય રજૂ કરીશું, પરંતુ તે પહેલાં તેમને થોડા પ્રશ્નો પૂછી લેવા ઈચ્છીએ છીએ ! • તમે તમારા દાદાના દાદાના દાદાને જોયેલા ખરા ? એ તમારા માટે પ્રત્યક્ષ ગણાય કે પરાક્ષ ? આજે તે એ તમારી સામે નથી, એટલે તે પરાક્ષ જ ગણાય. શું તમે એમની હસ્તીને સ્વીકાર કરી છે ખરા ? સંભાળીને જવાબ આપશે. તમે જો એમ કહેતા હો કે - કાણુ જાણે ! અમારા દાદાના દાદા હશે કે નહિ ? તેની અમને ખબર નથી !' તે આ શબ્દો સાંભળી લેવા અમે તૈયાર છીએ, પણ તે સાથે જ તમારે અમારા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તમારા દાદાના દાદાના દાદીની હસ્તી જ ન હતી, તે તમે આ જગત પર શી રીતે આવ્યા ? શુ તમે અંતરીક્ષમાંથી ઉતરી આવ્યા છે કે માતાના પેટે જન્મ પામ્યા છે ? જો માતાના પેટે જન્મ પામ્યા હો તે પિતાના સ્વીકાર કરવા પડશે અને પિતાના સ્વીકાર કરશે, એટલે તેમના પિતાના પણ સ્વીકાર કરવા પડશે. એ રીતે આ વાત તમારા દાદાના
6
દાદાના