________________
લેગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
૩૫ - હવે એ પ્રશ્ન વિચારણીય છે કે “જે ગણધર ભગવંતએ આવશ્યકસૂત્રની રચના કરી, તે તે ક્યારે કરી?” આપણી સામાન્ય બુદ્ધિ તે એમ કહે છે કે જે વસ્તુ અતિ અગત્યની હેય, જેના વિના ચાલે એમ જ ન હોય, તેના પર પ્રથમ દૃષ્ટિ જાય અને બીજી વસ્તુઓ પર પછી. ભગવાન મહાવીરે સપ્રતિક્રમણ ધર્મ કહ્યો હતો, એટલે તેમના શાસનમાં જોડાયેલા સાધુ-સાધ્વીઓને સવાર-સાંજ પ્રતિકમણ કરવાનું હતું. આ પ્રતિકમણ તેઓ શાના આધારે કરે ? તે માટે આવશ્યકસૂત્રની જરૂર હતી, એટલે ગણધર ભગવંતે પ્રથમ તેની રચના કરે અને પછી બીજા અંગસૂત્રની રચના કરે, એ સ્વાભાવિક છે. વળી શ્રુતના વર્ણનપ્રસંગે શાસ્ત્રકારે દરેક વખતે સામાયિકાદિ અગિયાર અંગે કે સામાયિકાદિ ચૌદ પૂર્વો એ શબ્દપ્રયોગ કરે છે, તે પરથી એમ સ્પષ્ટ થાય છે કે પ્રથમ આવશ્યકસૂત્રની અને તે પછી બીજાં અંગસૂત્રની રચના થયેલી હોવી જોઈએ.
ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમસંવત્ ૪૭૦ પૂર્વે થયું, એટલે આજે (ગ્રંથરચના સમયે) વીરનિર્વાણ ૨૫૦૫ ની સાલ ચાલે છે. હવે ભગવાને શાસનનું પ્રવર્તન નિર્વાણસમયની ૩૦ વર્ષ પૂર્વે કરેલું છે તેમને તીર્થકર કાલ ત્રીશ વર્ષને ગણુ છે) એટલે આવશ્યક સૂત્ર અને બાર અંગોની રચનાસાલ વિ. સં. પૂર્વે ૫૦૦ ની કહી શકાય. તાત્પર્ય કે આવશ્યક સૂત્રના એક ભાગ રૂપ લેગસ્સસૂત્રની રચના આજથી ૨૫૩૫ વર્ષ પહેલાં થયેલી હોઈ તે ઘણું પ્રાચીન છે.