________________
૩૨
લેગસ મહા સૂત્ર હવે બીજી ગાથા સાંભળોઃ सामाइयमाईयं सुय-नाणं जाब बिन्दुसाराओ। तस्स वि सारो चरणं, तस्स विसारो निव्वाण ॥
“સામાયિક આદિ સૂત્રથી બિન્દુસાર પર્યન્ત શ્રુત જ્ઞાનને વિસ્તાર છે, તેને સાર ચારિત્ર છે અને તેને સાર નિર્વાણું છે.”
પ્રચલિત પરંપરા પ્રમાણે અહીં સામાયિક શબ્દથી આવશ્યક સૂત્ર જ સૂચવાયેલ છે. બિન્દુસાર એ ચૌદમા પૂર્વનું નામ છે. તાત્પર્ય કે શ્રુતની ગણના આવશ્યક સૂત્રથી શરૂ થાય છે અને તે ચૌદમા પૂર્વથી પર્યવસાન પામે છે. આ બધુંયે કૃત મૂલ તો સાધુ જીવનના સુંદર–પ્રશસ્ત-પવિત્ર જીવનના ઘડતર માટે રચાયેલું છે કે જેનું આખરી ધ્યેય નિર્વાણ-મેક્ષ-મુક્તિ છે.
અહીં અંગસૂત્રને આગળ ન ધરતાં આવશ્યક સૂત્રને આગળ મૂક્યું છે, તે શું સૂચવે છે? સાધુજીવનને તે પ્રાણ છે. તેના વિના ગાડું આગળ ચાલે જ નહિ.
જો આવશ્યકસૂત્રની આટલી અગત્ય હોય તે ગણધર, ભગવંતે પ્રથમ બાર અંગેની–અંગસૂત્રની રચના કરે કે આવશ્યકસૂત્રની? તે વિચારણીય છે. પ્રથમ તે એટલું નક્કી કરી લઈએ કે આવશ્યસૂત્ર એ ગણધર ભગવંતની. રચના છે કે નહિ ? પછી તે અંગે વિશેષ વિચારણા કરીશું..
અહીં કેઈએમ કહેતું હોય કે “માત્ર સૂચિતાર્થ કે ફલિતાર્થથી કામ ચાલે નહિ. તે માટે પ્રકટ શબ્દો જોઈએ.’ તે તે પણ હાજર છે, સાંભળે :