________________
૩૧
લેગસસૂત્રની પ્રાચીનના અને પવિત્રતા
હવે આવશ્યકનિર્યુક્તિ પર આવીએ. તેમાં કહ્યું
अत्थं भासइ अरहा, मुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं (यं) पवत्तइ ॥
અર્થ અરિહંતે કહે છે. શાસનના હિતાર્થે ગણધર ભગવંતે તેને નિપુણ રીતે સૂત્રમાં ગુંથે છે. આ રીતે શ્રતનું પ્રવર્તન થાય છે.”
આમાં બાર અંગની કઈ વાત નથી, પણ સૂત્રને સામાન્ય નિર્દેશ છે. આ સૂત્રની રચના શાસના હિતાર્થે થાય છે, એટલે કે ભગવાને જે શાસનનું પ્રવર્તન કર્યું છે, તે આ સૂત્રેના આલંબનથી કાલના પ્રવાહમાં અબાધિત રહે, તે માટે કરેલું છે. જે ધર્મને પિતાના મૌલિક શાસ્ત્રોગ્રંથ નથી, તે ધર્મ લાંબો સમય ટકો નથી, એ સિદ્ધ થયેલી હકીકત છે. વેદ અને ઉપનિષદના આધારે વૈદિક ધર્મ ટક્યો છે, ત્રિપિટકના આધારે બૌદ્ધ ધર્મ ટક્યો છે, કુરાનના આધારે ઈસ્લામ ધર્મ ટક્યો છે અને બાઈબલના આધારે ખ્રિસ્તી ધર્મ ટો છે. તે જ રીતે જૈન ધર્મ તેના સૂત્ર-સિદ્ધાંત કે આગમના આધારે ટકેલે છે.
આ રીતે ગણધર ભગવંતે દ્વારા સૂત્રરચના થતાં મૃતનું પ્રવર્તન થાય છે, એટલે કે આપણું મૌલિક ધાર્મિક સાહિત્ય અસ્તિત્વમાં આવે છે.