________________
લાગસસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
૨૯:
ખાર સૂત્રો રચ્યાં. તે પછીના શ્રુતસ્થવિરાએ ખીજાં સૂત્રો રચ્યાં. મૂલસૂત્રની સંજ્ઞા પામેલું આવશ્યકસૂત્ર તેમાંનુ એક છે. પરંતુ આવસ્યકસૂત્રનું મહત્ત્વ વિચારતાં અને આવશ્યકનિયુક્તિ, આવશ્યકચૂણી, આવસ્યકટીકા તથા બીજા કેટલાંક શાસ્ત્રામાં જે ઉલ્લેખા પ્રાપ્ત થાય છે, તે પરથી તેા આપણી એ માન્યતા સુધારવા જેવી લાગે છે.
આવશ્યકસૂત્રની ગણુના મૂલસૂત્રમાં થાય છે, તે એની મહત્તા સૂચવે છે. સાધુએ ખીજા' સૂત્રેા-શાશ્ત્રા ભણે કે ન ભણે, પણ તેમણે (૧) આવશ્યકસૂત્ર (ર) ઉત્તરાધ્યનસૂત્ર, (૩) દશવૈકાલિકસૂત્ર અને (૪) પિઠનિયુક્તિ કે એવનિયુક્તિ, આ ચાર સૂત્ર તેા અવશ્ય ભણવાં જ જોઈએ, તેથી જ તેને મૂલ કે પાયાનાં સૂત્રેા કહ્યાં છે. જો તે આવશ્યકસૂત્ર ન ભણે તે સાધુજીવનમાં અતિ જરૂરી એવી ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા સવાર, સાંજ, પક્ષના અંતે, ચાર માસના અંતે કે સંવત્સરના અંતે કરી શકે નહિ. જો . તે ઉત્તરાધ્યયન અને દશવૈકાલિકસૂત્ર ન ભણે તેા સાધુજીવનને આચાર જાણે નહિ અને તેથી પગલે પગલે સ્ખલના પામે. ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક એ એ સૂત્રામાંથી આજે દશવૈકાલિક સૂત્રના અભ્યાસ પ્રથમ કરવામાં આવે છે, કારણ કે તેમાં સાધુએના આચારનું સરલ ભાષામાં સ્પષ્ટ વર્ણન છે. પિંડનિયુક્તિ અને આઘનિયુક્તિ સાધુએના આહાર-વિહાર અંગે ઘણી સૂક્ષ્મ માહિતી પૂરી પાડે છે.
પ્રાચીન કાલમાં પણ સાધુઓને સહુથી પહેલુ' આવ