________________
:૩૦
લેગસ મહાસૂત્ર - શ્યસૂત્ર ભણાવવામાં આવતું કે જેને માટે એ વખતે
સામાયિક” શબ્દને પ્રગ પ્રચલિત હતે. જૈન શાસ્ત્રમાં અનેક સ્થળે “સામારા રોપુવારું મકા–સામાયિક આદિ ચૌદ પૂર્વો–બાર અંગે ભણે છે. “નામરૂચમારૂચારું gla હું બહિષા–સામાયિક આદિ અગિયાર અંગો - ભણે છે.” આવા આવા ઉલ્લેખો આવે છે, ત્યાં સામાયિક - શબ્દથી માત્ર સામાયિક જ નહિ, પણ સામાયિકની મુખ્ય-તાવાળું આવશ્યક સૂત્ર જ સૂચવાયું છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સાધુજીવનની મુખ્ય સાધના સામાયિક હતું, એટલે આવશ્યક સૂત્રમાં તેને નિર્દેશ પ્રથમ થયે. ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન, એ તેને સિદ્ધ કરવાનાં સાધને હતાં, એટલે તેને નિર્દેશ પછીથી થયે. - તાત્પર્ય કે સામાયિકમાં યે આવશ્યક આવી જતાં હતાં, એટલે તે પડાવશ્યક કે આવશ્યક પર્યાય બન્યું હતું.
પછીના કાલમાં ષડાવશ્યકને સ્થાને પ્રતિકમણુ શબ્દ પ્રચારમાં આવ્યું. “ભગવાન મહાવીરને ધર્મ સપ્રતિક્રમણ છે.” આ વાક્યમાં પ્રતિકમણ શબ્દ ષડાવશ્યકની ક્રિયાના અર્થમાં જ છે. આજે પણ પડાવશ્યકની ક્રિયા માટે પ્રતિક્રમણ શબ્દને જ પ્રચાર છે. કાલને મહિમા અજબ છે. તે જુની -વસ્તુને ખસેડે છે અને તેની જગાએ નવી વસ્તુને લાવે છે. આ રીતે પરિવર્તનનો ક્રમ ચાલ્યા જ કરે છે.