________________
સૂત્ર અને કેટલીક વિચારણા
૧૯ શ્રી અરિહંતદેવના મુખમાંથી અર્થરૂપે પ્રકટેલા અને ગણધર ભગવંતે વડે સૂત્રરૂપે ગુંથાયેલા, બાર અંગવાળા, વિસ્તીર્ણ, અદ્ભુત રચનાલિવાળા, ઘણું અર્થોથી યુક્ત, બુદ્ધિનિધાન એવા શ્રેષ્ઠ મુનિસમૂહે ધારણ કરેલા, મોક્ષના દરવાજા સમાન, વ્રત અને ચારિત્રરૂપી ફલવાળા, જાણવા
ગ્ય પદાર્થોને પ્રકાશવામાં દીપક સમાન અને સકલ વિશ્વમાં અદ્વિતીય સારભૂત એવા સમસ્ત શ્રતને હું ભક્તિપૂર્વક અહર્નિશ આશ્રય કરું છું.'
અહીં સમસ્ત શ્રુતને બાર અંગવાળું–બાર અંગશાવાળું જ કહ્યું છે, પણ એ અંગસૂત્રના આધારે શ્રુત
સ્થવિર મહર્ષિઓ દ્વારા બીજાં પણ ઘણું શાસ્ત્ર રચાયેલાં છે અને તે પણ શ્રુતમાં જ સ્થાન પામેલાં છે. તાત્પર્ય કે મૂલશ્રુતને અનુક્રમે વિસ્તાર થતે રહ્યો છે.
આ વિસ્તાર કદાચ ૮૪ ગ્રંથ સુધી પહોંચ્યું હશે. એટલે જ ૮૪ આગમની માન્યતા પ્રચલિત થયેલી છે. આ શાને આગમસંજ્ઞા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ એ હતું કે તે વસ્તુતત્વને સ્ફટ બધ કરાવનારાં હતાં. “ સમન્તાત્ गम्यते वस्तुतत्त्वमनेनेत्यागमः ।
અહીં એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે શૈવ અને શાક્ત સંપ્રદાયનાં મૂળ ગ્રંથ કે જે સામાન્ય રીતે તંત્રગ્રંથે કહેવાય છે, તેને એક ભાગ આગમ તરીકે ઓળખાય છે, પણ એ વસ્તુ તદ્દન જુદી છે.