________________
૨૫
સૂત્ર અંગે કેટલીક વિચારણા કરવાનો નિર્ણય કર્યો. એ રીતે જૈન શાસ્ત્ર-સૂત્રો તાડપત્ર પર અને પછી કાગળ પર લખાવા માંડયા તથા તેની એક કરતાં વધારે પ્રતિઓ થવા માંડી. પછી તે એ હસ્તલિખિત શા -સૂત્રને સંગ્રહ કરવા માટે જ્ઞાનભંડારોની યેજના અમલમાં આવી અને તેણે આપણુ અવશિષ્ટ શા-સૂત્રનું સારી રીતે રક્ષણ કર્યું. આજે તે આ શા-સૂત્રે મુદ્રણલયમાં છપાવા લાગ્યા છે અને તેની ચેકબંધ પ્રતિએ ઉપલબ્ધ થાય છે, એટલે તેને પ્રાપ્ત કરવાનું કામ કઠિન નથી. જેને જૈન સૂત્ર-સિદ્ધાંતને અભ્યાસ કરે છે. તેને એ સહેલાઈથી મળી જાય તેમ છે.
અગિયાર અંગેનાં નામનો પરિચય મેળવતાં બારમાં અંગને પ્રશ્ન ઊભું થયું અને તેને વિગતવાર સ્પષ્ટ ઉત્તર મેળવવા માટે આપણે ઠીક ઠીક પંથ કાપ પડ્યો. પરંતુ એક રીતે એ ઠીક જ થયું, કારણ કે તેથી જૈન સૂત્રોના ઈતિહાસની એક ઝલક આપણને મળી ગઈ. હવે બાર ઉપાંગો વગેરેના નામે જાણી લઈએ.
બાર ઉપાંગેનાં નામ ૧ ઔપપાતિકસૂત્ર ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર ૨ રાજપ્રશ્રીયસૂત્ર ૮ નિરયાવલિકસૂત્ર ૩ જીવાજીવાભિગમસૂત્ર ૯ કપાવલંસિકાસૂત્ર ૪ પ્રજ્ઞાપના સૂત્ર ૧૦ પુપિકાસૂત્ર ૫ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧ પુષ્પચૂલિકાસૂત્ર ૬ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર , વહુનિશાશ્વત્ર