________________
સૂત્ર અંગે કેટલીક વિચારણા
૨૩
}
ભદ્રને આવ્યા જાણીને વંદન કરવા ગઈ. આ વખતે શ્રી સ્થૂલભદ્રે પ્રાપ્ત કરેલી વિદ્યાને ચમત્કાર બતાવવા માટે સિંહનું રૂપ ધારણ કર્યું ! અહો ભવિતવ્યતા ! આ એક સામાન્ય લાગતી ઘટનાએ જૈન સંઘને કેવુ –કેટલું મેહુ નુકશાન પહોંચાયુ, તે જાણીને તમને જરૂર ખેદ થશે.
સાધ્વીઓએ શ્રી સ્થૂલભદ્રના સ્થાને આવીને જોયુ તે તેમનાં દર્શીન થયાં નહિ, પણ ત્યાં એક સિંહને બેઠેલે જોયેા, એટલે તે તરત પાછી ફરી ગઈ. તેમણે અનેલી મીના શ્રી ભદ્રબાહુવામીને જણાવી. શ્રી ભદ્રબાહુસ્વામી તે ચૌદ પૂના જાણકાર હતા, એટલે ખરેખર શું બન્યું હતું? તે સમજતાં વાર લાગી નહિ. તેમણે સાધ્વીઓને કહ્યું: ‘ તમે ફરી ત્યાં જાઓ. તમને શ્રી સ્થૂલભદ્રનાં દશન થશે. સાધ્વીએ તેમનાં સ્થાને પહોંચી, ત્યારે તેઓ મૂળ રૂપમાં આવી ગયા હતા, એટલે તેમનાં દર્શન થયાં અને તેમણે ઘણી પ્રસન્નતા અનુભવી.
શ્રી ભદ્રાડુસ્વામીએ આ બનાવને શ્રુત-મદ એટલે જ્ઞાનનુ અભિમાન લેખી શ્રી સ્થૂલભદ્રને બાકીનાં પૂર્વાનુ જ્ઞાન આપવાને! ઈનકાર કર્યાં. શ્રી સ્થૂલભદ્રને પોતાની ભૂલ સમજાઈ, તે માટે તેમણે પશ્ચાત્તાપ કર્યાં અને માફી માગી. શ્રી સંઘ તેમની વારે ધાયા અને તેમણે બાકીનાં પૂર્વાનુ જ્ઞાન શ્રી સ્થૂલભદ્રને આપવા માટે આગ્રહ કર્યાં. પણ આચાય – શ્રી પાતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે સઘના અતિ આગ્રહથી તેમણે બાકીનાં પૂર્વાંનું જ્ઞાન શ્રી સ્થૂલભદ્રને આપ્યું ખરું, પણ તે માત્ર સૂત્ર રૂપે. તેના અર્થ કે રહ