________________
૨૪
લોગસ્સ મહાસુત્રા ચથી તેમને પરિચિત કર્યા નહિ. આ બનાવ પછી પૂર્વેનું જ્ઞાન લુપ્ત થતું ગયું અને છેવટે આખુયે દષ્ટિવાદઅંગ નામશેષ બની ગયું.'
અહીં આપણને એ વિચાર જરૂર આવે કે જે શાને સમયસર લિપિબદ્ધ કર્યા હોત અને તેની અનેક નકલે કરાવી લીધી હોત તો આવું પરિણામ આવત ખરૂં?” પરંતુ ગ્રંથલેખનની કલા એ વખતે પા–પા–પગલી ભરતી હતી. જે કંઈ લખાતું તે ઘૂંટેલા કપડાં પર લખાતું. કાગળને ઉપગ તે પછી ઘણુ વખતે શરૂ થયે. પરંતુ સહુથી મેટી વાત તે શાસ્ત્રમર્યાદાની હતી. શાસ્ત્રો કે સૂત્રનો પાઠ તે ગુરુમુખે જ ગ્રહણ કરાય અને તે માટે વિશિષ્ટ અધિકાર જોઈએ. જે શાસ્ત્રો-સૂત્રે લિપિબદ્ધ થવા માંડે તો આ શાસ્ત્રમર્યાદાનું પાલન થાય નહિ. પછી તે અનધિકૃત વ્યક્તિ પણ શાસ્ત્રો-સૂત્રો જાતે વાંચીને તેનું જ્ઞાન મેળવવા માંડે ! ટૂંકમાં શ્રી શ્રમણસંઘને એ સમયે શાસ્ત્રો-સૂત્રો લિપિબદ્ધ કરવા માટે એગ્ય લાગ્યું ન હતું, એટલે તેમણે એ દિશામાં પગલાં માંડયાં ન હતાં.
હજી આ બાબતમાં થોડું વધારે સાંભળી લે.
કાલક્રમે પરિસ્થિતિ વધારે વણસી અને શ્રુતજ્ઞાનને અચાવવું હોય તે તેને લિપિબદ્ધ કર્યા વિના ચાલે જ નહિ એવે સમય આવી પહોંચ્યું; એટલે વીરનિર્વાણ પછી ૯૮૦મા વર્ષે સૌરાષ્ટ્રના વલ્લભીપુર નગરમાં શ્રીમાન દેવધિંગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં જૈન શ્રમણની એક પરિષદ મળી અને તેણે જૈન શા-સૂત્રને લિપિબદ્ધ