________________
લોગસ્સ મહાસૂત્ર મગધ દેશ કે જે જૈન શ્રમણનું મુખ્ય કેન્દ્ર હતું, તેમાં બારવણી દુકાળ પડે, એટલે જૈન શ્રમણ દૂર દૂર ચાલ્યા ગયા. તેમાંના કેટલાકે તે અનશનપૂર્વક દેહત્યાગ કર્યો.
ત્યાર બાદ શ્રમણે પાછા ફરવા લાગ્યા, પરંતુ એ વખતે જણાયું કે દુકાળના સમયમાં સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાંક સૂત્ર તદ્દન ભૂલાઈ જવાયાં છે. તેથી પાટલીપુત્રમાં શ્રમણસંઘને એકત્ર કરવામાં આવ્યું ને બચેલું શ્રુત એકઠું કરવામાં આવ્યું. તેમાં અગિયાર અંગે મળી આવ્યાં, પણ બારમું દષ્ટિવાદઅંગ મળ્યું નહિ.
શ્રી ભદ્રબાહસ્વામી દૃષ્ટિવાદના જાણકાર હતા, પણ તેઓ આ સમયે નેપાલના માર્ગમાં રહીને મહાપ્રાણ નામનું ધ્યાન ધરી રહ્યા હતા કે જે બાર વર્ષે સિદ્ધ થતું હતું, તેથી પાટલીપુત્રના શ્રી સંઘે કેટલાક સાધુઓને તેમની પાસે મોકલ્યા. તેમાંથી શ્રી સ્થૂલભદ્ર ૧૦ પૂર્વો સુધીનું જ્ઞાન પામી શક્યા. - ત્યારબાદ શ્રી ભદ્રબાહ સ્વામી પાછા ફર્યા, પરંતુ એ વખતે એક ઘટના એવી બની કે જેણે તેમને બાકીનાં પૂર્વેનું જ્ઞાન આપતા રેકી દીધા.
પાઠકમિત્રે એ ઘટના જાણવા આતુર બને, એ સ્વાભાવિક છે, તેથી અહીં તેની રજૂઆત કરીશું.
શ્રી સ્થૂલભદ્રને સાત બહેને હતી. તે બધી બહેન નેએ ભાગવતી પ્રત્રજ્યા ગ્રહણ કરી હતી. તેઓ શ્રી સ્કૂલ