________________
સૂત્ર અંગે કેટલીક વિચારણા
૧૭ દષ્ટિ–જૈન પરંપરા સૂત્ર અંગે કે ખ્યાલ ધરાવે છે? તે જોવાનું છે. - અરિહંત દેવે સર્વજ્ઞ અને સર્વદશી બન્યા પછી ધર્મદેશના દે છે. તેમાં સહુ પ્રથમ “કરૂ વા, વિમેરૂ વા, ધુવેર વા” એ ત્રિપદીને ઉચ્ચાર કરે છે. તેનું રહસ્ય પામીને ગણધર ભગવંતે એટલે કે તેમના પટ્ટશિષ્યો દ્વાદશાંગીની રચના કરે છે અને એ રીતે શ્રતને વિસ્તાર થાય છે. અહીં એ જાણવું જરૂરી છે કે ગણધર ભગવંતે કેકબુદ્ધિ અને બીજબુદ્ધિ જેવી અનેક લબ્ધિઓના ધારક હેઈ એક અંતર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરે છે.
કેછબુદ્ધિ, બીજબુદ્ધિ અને દ્વાદશાંગી એ ત્રણ શબ્દ પારિભાષિક હોવાથી તે અંગે ડું વિવેચન કરીશું.
કષ્ટ એટલે કઠો-કેઠી. તેમાં નાખેલું ધાન્ય એમને એમ પડી રહે છે અને જ્યારે જરૂર હોય ત્યારે બહાર કાઢી શકાય છે. તેમાં એક વાર સાંભળેલા અર્થો બરાબર સ્મરણમાં રાખી લેવા એ કોષ્ટબુદ્ધિ નામની લબ્ધિ કહેવાય છે. શ્રી વાસ્વામીએ બાલ્યાવસ્થામાં પારણામાં સૂતાં સૂતાં સાવીએના મુખેથી કહેવાતા જે અર્થો સાંભળ્યા હતા, તે તેમને બરાબર યાદ રહી ગયા હતા. તેનું તેમને પુનઃ પુનઃ સ્મરણ
૨. આ ત્રિપદીના રહસ્ય અંગે આગળ વિવેચન આવશે
૩. નિગ્રંથસમુદાયમાં પ્રચલિત અનેક પ્રકારની લબ્ધિઓનું વર્ણન અમે અમારા “સિદ્ધિદાયક સિદ્ધચક' નામના ગ્રંથના. ૧૭, ૧૮ અને ૧૯મા પ્રકરણમાં કરેલું છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવું.