________________
૧૬
લેગર્સ મહાસૂત્ર
વાત કહી હોય. અને ઘણી વખત તે તેમાં નિર્ણાંકશબ્દોની ભરમાર પણ હાય છે. તેથી જ્ઞાની પુરુષોએ સૂત્રનુ ધેારણ એવું ઠરાવ્યું છે કે—
(૧) તેમાં અક્ષર-અક્ષરનિમ ત શબ્દો થાડા હેાવા જોઈ એ. (૨) તેના અં અસંદિગ્ધ એટલે સ્પષ્ટ હોવા જોઈ એ. (૩) તે સારભૂત હાવું જોઈ એ.
(૪) તેનું વિવિધ દૃષ્ટિએ વિવેચન થઈ શકે એવુ હાવુ' જોઈ એ. (૫) તેમાં કોઈ શબ્દ નિરર્થક ન હોવા જોઈ એ. (૬) તે નિર્દોષ એટલે વ્યાકરણ આદિના દોષથી રહિત હેવુ' જોઈ એ.
કેટલાકને એમ લાગશે કે આ ધેારણ તે ઘણું કઠિન છે, પણ આ ધારણને અનુસરીને આપણા દેશમાં સખ્યાખધ સૂત્ર રચાયાં છે અને તેના વ્યવસ્થિત સંગ્રહેા પણ સૂત્રસંજ્ઞા પામીને પ્રાણ પુરુષાની પ્રશ ંસાને વર્યાં છે, જો સમસ્ત ભારતીય સાહિત્યમાંથી સૂત્રસજ્ઞક ગ્રંથાનું નિર્વાચન કરવામાં આવે તે તેના આંકડા ૯૯૯ ના રહસ્યમય આંકને વટાવી જાય એમ છે. અહીં એટલું જાણવુ જરૂરી છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન અને ન્યાયને લગતા ગ્રંથમાં સૂત્રસજ્ઞક ગ્રંથાનું પ્રમાણ વિશેષ છે.
પરંતુ આ તા પ્રાસંગિક વાત થઈ. આપણે તે જૈન
१ अल्पाक्षरमसंदिग्ध सारवद्विश्वतोमुखम् ।
.
अस्तोभमनवद्यं च सूत्र सूत्रविदो विदुः ॥