________________
[ 2 ] સૂત્ર અંગે કેટલીક વિચારણું
પ્રસ્તુત પ્રકરણમાં સૂત્ર અંગે કેટલીક વિચારણું કર- વામાં આવી છે, કારણ કે તે લેગસ્સનું–લેગસસૂત્રનું મહત્ત્વ સમજવામાં ઉપયેગી થઈ પડે તેમ છે.
ધાર્મિક સંસ્કારોની વૃદ્ધિ માટે ધાર્મિક શિક્ષણની જરૂર છે અને ધાર્મિક શિક્ષણ માટે સૂત્રજ્ઞાન આવશ્યક છે, પણ આજે તે સૂત્રે કંઠસ્થ કરીને અને બહુ બહુ તે તેના - સામાન્ય અર્થોનું જ્ઞાન મેળવીને જ સંતોષ માનવામાં આવે છે. શું સૂત્રેના ચિંતન, મનન અને નિદિધ્યાસન વિના ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિ થાય ખરી ? સૂત્રે એ શ્રુતસાગરનાં મહામૂલાં રત્ન છે, એ વાત આજે ભૂલાઈ જવાઈ છે, તેથી જ તેના ઝળહળતા પ્રકાશથી આપણે વંચિત રહ્યા છીએ.
સૂત્રશિક્ષણની પ્રાચીન પદ્ધતિ એવી હતી કે પ્રથમ ગુરુની પાસે જઈ વિનયપૂર્વક સૂત્રને પાઠ લે અને તેના સામાન્ય તથા વિશેષ અર્થો ગ્રહણ કરવા. સાથે તેની સંહિતા પણ શીખી લેવી. સંહિતા એટલે પાઠ ઉચ્ચારવાની પદ્ધતિ.