________________
પ્રાકૂકથન
૧૩. - ઘણું મને મંથન પછી અમે આ ગ્રંથને “લેગસ્સ. મહાસૂત્ર” એવું સપ્તાક્ષરી સંકેતમય નામ આપ્યું છે અને એ નામ સાર્થક થાય, એ રીતે તેમાં સર્વ સામગ્રી રજૂ, કરી છે. ખાસ કરીને તેના અર્થો પર પ્રકાશ પાડવાને વિશેષ પ્રયાસ કર્યો છે, કારણ કે એ બાબતમાં વર્તમાન સ્થિતિ, સંતોષકારક નથી. જ્યાં સુધી સૂત્રને અર્થ સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી તેના ચિંતન-મનન-ધ્યાનમાં ધારી પ્રગતિ શી. રીતે થઈ શકે ? અને તેની વિશિષ્ટ આરાધનામાં ઉજાશ. ક્યાંથી આવે ?
આ ગ્રંથલેખનમાં અમારી એક જ ભાવના રહી છે કે - લેગર્સસૂત્રને પવિત્ર પ્રકાશ ઘર ઘર પહોંચે અને હજારે. હૈયાને ઉજજવલ બનાવી જિનભક્તિ-રસામૃતમાં તરબોળ બનાવે. ગ્રંથલેખનનું સાર્થકય આથી બીજું કયું હોઈ શકે ?
આ ગ્રંથ મંડનાત્મક શૈલિએ જ લખે છે અને લેગસસૂત્રના આધારે જે મંત્ર-યંત્ર પ્રચારમાં આવ્યા છે, તેની પણ એમાં એગ્ય રજૂઆત કરી દીધી છે, એટલે આ ગ્રંથ જ્ઞાન-કિયા-રસિક સહુ કેઈને એકસરખે ઉપયેગી થશે, એમાં અમને જરાયે શંકા નછી.
આ ગ્રંથના પઠન-પાઠનથી સહુ કેઈ પિતાનું અભીષ્ટ. સાધે, એ જ મંગલ કામના.