________________
પ્રાકથન
૧૧’ તે પ્યાલા પર જમણો હાથ રાખી સ્વસ્થ ચિત્તે લેગસ્સનો પાઠ બોલવા લાગ્યા. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ પાઠ અમે ખૂબ શુદ્ધિપૂર્વક બોલતા હતા. આ રીતે ત્રણ વાર એ પાઠ બેલ્યા પછી તેમાંનું પાણી જમણા હાથની અંજલિમાં લીધું અને તેને પેલી છોકરી પર ત્રણ વાર : છંટકાવ કર્યો કે તે તરત શાંત થઈ ગઈ અને થોડી વારે. ઊંઘમાં પડી.
બધાને ખૂબ આનંદ થયે.
અમારે માટે તો આ પરિણામ અાપ્ય હતું, એટલે વિશેષ આનંદ થાય, એમાં નવાઈ શી ?
આ રીતે મામલે થાળે પાડી અમે અમારા ઓરડામાં આવ્યા. શેઠ જાગતા બેઠા હતા. તેમણે બધી હકીકત સાંભળી સંતોષ વ્યક્ત કર્યો અને થોડા પ્રયને નિદ્રાને જીતી લીધી.
ત્યાર પછી મુંબઈના એક ઝવેરી કુટુંબમાં એક બહેનની આવી જ સ્થિતિ જોતાં અમે લેગસને આ પ્રવેગ અજમાવ્યો હતો અને તેમાં પણ સફલતા મળી હતી.
લેગસ્સના સંપૂર્ણ પાઠમાં કેવું અજબ સામર્થ્ય રહેલું છે, તેની પાઠક મિત્રોને પ્રતીતિ કરાવવા માટે જ અમે અહીં આ બે પ્રસંગે રજૂ કર્યા છે.
લેગસથી અમારું સમસ્ત જીવન પ્રભાવિત છે, તેને પણ છેડો ખ્યાલ પાઠકને આપી દઈએ. રેજ વહેલી સવારે પ્રાતઃસમરણ વખતે નમસ્કાર મંત્રનો કમલબંધ જપ ૪ કર્યા
૪. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં આ જપનો ઉલ્લેખ કરેલ છે અને તેના આધારે અમે “નમસ્કારમંત્રસિદ્ધિ ” ગ્રંથમાં તેનું વર્ણન કરેલું છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવું. .