________________
અ.
૧૨
લોગસ્સ મહાસૂત્ર પછી અમે ત્રણ લેગસને પાઠ કરીએ છીએ અને ત્યાર પછી અનંત સિદ્ધિઓના સ્વામી તથા મહામંત્રેશ્વર એવા -શ્રી પાર્શ્વ પ્રભુનું સ્મરણ કરીએ છીએ.
ત્યાર પછી નિત્યપૂજન કે જે લગભગ એક કલાક - ચાલે છે, તેમાં ચોવીશ તીર્થકરેના પટનું માંત્રિક પૂજન, લેગસના ત્રણ પાઠ, “ચંદેસુ નિમ્મલયરા” ગાથાની ૧૦૮ ગણના અને “પુણ્યાર્હ મંત્રીને પાઠ બે વાર ભણીએ છીએ. - રાત્રે સૂતાં પહેલાં પણ “ચત્તારિ મંગલં પાઠ પૂર્વે તેને ત્રણ વાર પાઠ કરી કૃતાર્થ થઈએ છીએ.
જ્યારે પણ સમય મળે ત્યારે લેગસ પરનું ચિંતન - ચાલુ હોય છે. તેમાં નવા નવા અર્થોની ખુરશું થાય છે - અને જ્ઞાનાનન્દની મસ્તી અનુભવાય છે.
વીશ તીર્થકરના પટનું ધ્યાન ધરતાં તેમાંથી દરેક તીર્થકરનું ચિત્ર ધીમે ધીમે તેજસ્વી બને છે અને જગતના મહાન ગીશ્વર–અદ્ભૂત સિદ્ધપુરુષ અહીં એકત્ર થયા - હોય, એવો ભાસ થાય છે. જ્યાં એક યોગીશ્વર કે સિદ્ધ પુરુષનું દર્શન પરમ મંગલ અને કલ્યાણનું કારણ બને છે,
ત્યાં ચેવિશ યેગીશ્વર કે ચોવીશ સિદ્ધ પુરુષનું દર્શન શું -ન કરે? તાત્પર્ય કે એ વખતે અમે ખૂબ જ આનંદવિભેર - બની જઈએ છીએ અને જાણે કેઈ દિવ્ય પ્રદેશમાં વિચરી રહ્યા હોઈએ, એ અનુભવ થાય છે.
લેગસ્સ સૂત્રપર અમે કંઈ પણ લખવાના અધિકારી છીએ કે કેમ? તે આ પરથી સમજી શકાશે.