________________
૫૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહે મહણસિંહને રાજસભામાં બોલાવી, તેના ધનને આંકડે મા. મહણસિંહે બીજે દિવસે આવીને રાજસભામાં જણાવ્યું કે, “જહાંપનાહ! મારી પાસે ૮૪ લાખનું જૂનું નાણું છે.” સૌ કોઈને એમ લાગ્યું કે આ શેઠ આટલે મટે ધનવાન છે તે જરૂર દંડાશે. બાદશાહે જોયું કે, શેઠ સાચા બોલે છે, તેણે ધન ચાલ્યું જશે એ ડર રાખ્યા વિના જ પિતાની મૂડી જાહેર કરી છે. તેથી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારા રાજ્યમાં આવા સાચાબેલા શેઠ રહે છે એ મારે માટે ગૌરવની વાત છે. બાદશાહ એટલે બ ખુશ થયે કે, તેણે રાજ્યભંડારમાંથી ૧૬ લાખનું નાણું મંગાવી મહણસિંહને આપ્યું. બાદશાહે જણાવ્યું કે, આ તારી સચ્ચાઈનું ઈનામ છે. હું મારા રાજ્યના સત્યવાદી પુરુષને ક્રેડપતિ તરીકે જોવા ઈચ્છું છું. કે મારા રાજ્યમાં આવા સત્યવાદીઓ ક્રોડપતિઓ પણ છે.
બાદશાહે તેને પિતાની હવેલી ઉપર કેટિગ્વજ ફરકાવવા હુકમ કર્યો. એટલું જ નહીં પણ બાદશાહે પતે તેના ઘરે જઈ પોતાના હાથે તેની હવેલી ઉપર કેટિધ્વજ ફરકાવ્ય, એ સમયે મહણસિંહના ધર્મગુરુ તથા પરિવારના માણસો ત્યાં આવ્યા હતા. બાદશાહે એ ધર્મગુરુઓનું બહુમાન કર્યું, પરિવારને સત્કાર કર્યો અને શેઠ મહણસિંહને કોટિધ્વજની પદવી આપી.
(પ્રક. ૪૫, દુઃસાધ્ય વંશ બીજે) ૨૨. ગ્યાસુદ્દીન તુઘલખ – (
તે ફિરોજશાહને પૌત્ર હતે. ૨૩. અબૂલકર – (
તે ફિરોજશાહને બીજો પુત્ર હતો. ર૪. મહમ્મદ તુઘલખ :- ( ઈસ૧૩૮૦ થી ૧૩૪)
તે ફિરોજશાહ તુઘલખને ત્રીજો પુત્ર હતો. ૨૫. હુમાયુન સિકંદર – (ઈ. સ. ૧૩૯૪ થી ૧૩૯૪)
તે મહમ્મદ તુઘલખને પુત્ર હતા, તેનું એકાએક મરણ થયું. ર૬. મહમ્મદ તુઘલખ – (ઈ. સ. ૧૩૯૪ થી ૧૩૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org