________________
૪૮૫
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ વવામાં આવી. ભ॰ પાર્શ્વનાથના મંદિરના રગમ'ડપમાં સમવસરણ છે. બે સુંદર ચૌમુખ પ્રતિમાઓ છે.
ભ॰ પાર્શ્વનાથના મંદિરમાં ઉત્તર તરફની દિવાલમાં (૧) લગભગ રાા-૩ ફૂટ લાંબે અને ૧, ફૂટ પહેાળા શેઠ ગેાપાળે પ્રતિષ્ઠા કરાવી તેના સ૦ ૧૪૭૭માં ૫૦ ચારિત્રગણિવરે બનાવેલ પ્રશસ્તિ લેખ મેાટા શિલાલેખ, ૨૮ શ્લાક પ્રમાણ છે. (-૩૦ ૪૫, પૃ૦ ૩૬૪) (૨) શેઠ માંડણે કરાવેલી પ્રતિષ્ઠાના લેખ ૧૧ શ્ર્લાક પ્રમાણને છે અને તે ૧૫ ફૂટ લાંબેા અને ના ફૂટ પહોળા છે.
(–જૈન સત્યપ્રકાશ, ૩૦ ૧૭૦, પૃ૦ ૪૦, ૩૦ ૧૭૧ પૃ॰ ૭૬, ૭૭, ઈતિ॰ પ્રક૦ ૪૫, પૃ૦ ૧૬૫) ૩. ભ૦ શાંતિનાથનું મંદિર મદિશના ઘેરાવામાં ભ૦ પાર્શ્વનાથના મંદિર પાસે જ આ ત્રીજું મંદિર છે. અને તેની હારમાં ભ॰ આદિનાથનુ ચેાથું મંદિર છે.
"
આપણે ઉપર વાંચી ગયા તેમ શેઠ તડમલ પારવાડના વશજ મડણે ભ૦ પાર્શ્વનાથના મંડપમાં ભ॰ શાંતિનાથની પ્રતિમા બિરાજ માન કરાવી, તે જ પ્રતિમા મૂળનાયક તરીકે રાખીને આ ત્રીજી મદિર બન્યું.
મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા અદ્ભૂત અને આહ્લાદક છે. ભક્ત જનને ત્યાંથી ઊઠવાનું મન ન થાય તેવી એ પરમ શાંતિદ્યાયક, ભવ્ય, અને મનેાહર પ્રતિમા છે. આ પ્રતિમાની ગાદીમાં શિલાલેખા નથી, પણ સુંદર વેલબૂટ્ટા કાતરેલા છે. આ મદિરના રંગમ`ડપમાં એ તરફ ગેાખલા છે. અને તેમાં એકેક જિનપ્રતિમા વિરાજમાન છે, આ મંદિરના સ૦ ૨૦૦૩માં જીર્ણોદ્ધાર થયા છે.
૪. ભ॰ આદિનાથનું મંદિર મદિના ઘેરામાંથી બહાર નીકળતાં ડાબા હાથ તરફ આ ચેાથું મંદિર છે ત્રીજું અને ચેાથુ મંદિર એક સાથે અન્યાં હૈાય તેમ લાગે છે.
આપણે ઉપર વાંચી ગયા તેમ શેઠ અર્જુન પારવાડ અથવા તેના 'શોએ ભ॰ પાર્શ્વનાથના મંડપમાં ભ॰ આદિનાથની પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org