________________
પંચાવનમું આ૦ હેમવિમલસરિ
૮૫૩ (૪) કંબોઈતીર્થમાં રેલ્વેના પાટા પાસે જંગલમાં ગેરિયાવીરનું સ્થાન છે. મણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે.
ત્યાંના વૃદ્ધો કહે છે કે, “જ્યારે ત્યાં રેલ્વે લાઈન નીકળી, ત્યારે તે સ્થાન પાસે રેલગાડી આવતાં એંજિન બંધ થઈ જતું. ૩ દિવસ આ પ્રમાણે બન્યું, પછી તેના ડ્રાઈવરે નીચે ઊતરી તે સ્થાનને નમસ્કાર કર્યા અને રેલ્વેખાતાએ તે સ્થાનને સુધાર્યું. તે પછીથી ત્યાં રેલવે બરાબર ચાલુ થઈ છે. અટકી નથી.
અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લશ્કાએ કંઈતીર્થના મનમેહન પાર્શ્વનાથના તીર્થપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું, ત્યારે આ સ્થાનને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ કંઈ તીર્થસ્થાન છે. પણ મણિભદ્રનું સ્થાન તીર્થ તરીકે વિખ્યાત નથી. બીજા પ્રભાવક સ્થાને
મણિભદ્રવીરનાં બીજાં પણ ચમત્કારી સ્થળે છે, તે આ પ્રમાણે (૧) સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં યતિલાલચંદજીના ઉપાશ્રયમાં સ્થાન છે યતિલાલચંદને મણિભદ્રવીરનું ઈષ્ટ હતું
તે બહુ ચમત્કારી હતા. શેઠ છગનલાલ જેરાજ વગેરે માનતા હતા. કે એક દિવસે રાજાએ ઉપાશ્રયના એક સારા લીંબડાને કાઢી નાખવાને મનસુબો કર્યો. યતિરે કુંડી ઢાંકી સીધી ડાળવાળા તે લીંબડાને છુપાવી દીધો. બીજે દિવસે લોકેએ જોયું કે તે સ્થાને વાંકે ચૂકે લીંબડો ઊભે છે. અમલદાર નિરાશ થયે. આ ઉપાશ્રયનાં “યતિ લાલચંદજીને ઉપાશ્રય” અને “લીંબડાવાળ ઉપાશ્રય” એમ બે નામે છે.
(૨) અમદાવાદમાં વિજયાનંદસૂરિગચ્છના ઉપાશ્રયમાં વીરનું સ્થાન છે. આ મણિભદ્ર બહુ ચમત્કારી મનાતા હતા. જેનેને તેને પરચો મળતો હતો, તેથી તેના પ્રત્યે મેટી શ્રદ્ધા હતી. હવે પછી તે, વહીવટદારોએ તે સ્થાનમાં જેવા તેવા “દેવ ચેટકોને બેસાડી દીધા. આથી આ સ્થાનનું માહાસ્ય ઘડ્યું. અને આરાધકોની એકનિષ્ઠા ચલવિચલ થાય. તેવાં નિમિત્તો ઉભાં થવાથી પરચો ઘટવા લાગે.
(૩) શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથના ભેયરામાં વીરનું સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org