Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 913
________________ ૮૫૬ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ [ પ્રકરણ (૩) મણિભદ્રવીરની માટી સાધના દીવાળી ને રોજ કે ગ્રહણ અવસરે કરાય છે. (૪) ધ્યાન રાખવું કે-મણિભદ્રવીર શુદ્ધ સમકાતિ, શાન્ત, વિવેકી, સદાચારી, અને ધર્મપ્રેમીને જ મદદ કરે છે, તથા પ્રત્યક્ષ થઈ દર્શન આપે છે. (૫) જે સમકિત વગરને હોય સ્વછંદી હોય, તથા બીજા જે તે દેવેને માનતે હોય તેને મણિભદ્રવીર પ્રસન્ન થતા નથી. દઢશીલે કરી થાપે મન, નિશિએ વિધિજપે પ્રસન્ન, પછે જે ચિતે તે પાવે, ઘર બેઠા સુખસંપત આવે-૧૫ (સં૧૭૦૮ પં. ઉદયવિજયગણિ કૃત છંદ) (૬) એક ોંધપાત્ર સુમેળ મળે છે કે-આઠ આણંદવિમલસૂરિ વિજય શાખાના આદ્ય આચાર્ય વિજયદાનસૂરિ અને આ૦ વિજયદેવસૂરિ વગેરે તથા તપગચ્છ સાગરશાખાના મહે. ધર્મસાગરગણિવર તેમજ તપગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભટ્ટારક રાજસાગરસૂરિ અને શેઠ શાન્તિદાસ ઝવેરી વગેરે મૂળ ઓસવાલ જ્ઞાતિના હતા, વિજયદેવસૂરિ ગચ્છનું બીજું નામ એસવાલ ગચ્છ પણ મળે છે. મણિભદ્ર મહાવીર પહેલા ઓસવાલ ન હતું. અને અત્યારે સમકાતિ જેન દેવ છે. આ સુમેળમાંથી સહેજે તારવી શકાય છે કે–તે સૌના વંશ વારસદારોને રક્ષકદેવ-ઈષ્ટદેવ મણિભદ્ર મહાવીર જ હોય. એ સ્વાભાવિક વસ્તુ છે છેદ-સ્તોત્રો- મણિભદ્રવીરના વર્ણન માટે ગુજરાતી, હિંદી અને સંસ્કૃત ભાષામાં વિવિધ છંદ–સ્ત મળે છે. (૧)તપગચ્છની સમશાખાના ૬૨મા ભ૦ શાંતિસેમસૂરિએ સં. ૧૭૩૩માં આગલેડમાં “મણિભદ્રસ્તાત્ર ક્ષે ૪૧બનાવ્યા. (-પ્રક. ૫૫ પૃ. ૬૯૦ સેમશાખા પટ્ટાવલી) (૨) ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય ૫૦ હર્ષ કુલગણિની પરંપરાના ૫૮મા પં. ઉદયકુશલગણિવરે “મણિભદ્ર છંદ કડી ૨૧” બનાવ્યું. (જૂઓ પ્રક. ૧૫ કુશલશાખા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933