________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જૈન કન્યા સરસ્વતી નદીમાં બુડતી હતી, ત્યારે તેણે આ. વિજયદાનસૂરિનું શરણું લીધું. અને મણિભદ્રવીરે તેને ત્યાંથી બચાવી લીધી. (-સં. ૧૬૯૦ની મહ૦ કીર્તિવિજયગણિવર કૃત વિચારરત્નાકર
પ્રશસ્તિ શ્લેક ૮, પ્રક. ૫૭ ગુરૂનામ મંત્ર પ્રભાવ) (૩) આ શાન્તિસેમસૂરિ (ખાખી) અને મણિભદ્રવીર વીજાપુરથી ૫ કેશ દૂર આગલોડ ગામ છે. ત્યાં સં૦ ૧૬૭૦ ને ભ૦ સુમતિનાથને એક માટે જિનપ્રાસાદ હતું અને તે પછી સં. ૧૮૬૫માં સંઘે બે માળનું મોટું જિનાલય બંધાવ્યું, જેના બીજા માળે સેજા ગામથી લાવેલ “ભવ કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમા” બિરાજમાન કરી હતી. તેમજ તે સાથે અટડા ગામથી લાવેલ “ભવ ગોડી પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાઓ” બેસાડેલી હતી.
આગડ ગામની બહાર નૈઋત્ય ખૂણામાં આ૦ શાન્તિસમસૂરિએ સં. ૧૯૩૩માં પ્રતિષ્ઠા કરાવેલ મણિભદ્રવીરનું મોટું જૈન દેરાસર છે.
(-વિજાપુર બૃહદુવૃત્તાન્તમાંથી) આગડ ગામમાં શ્રાવકેનાં ૧૦૦ ઘર છે, બે મોટા શિખરબંધી જિનપ્રાસાદે છે તથા ઉપાશ્રય છે.
તપગચ્છમાં અનુક્રમે (૫૫) આરહેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ મા શુ ૧૦, (૫૬) આ૦ સૌભાગ્યહર્ષસૂરિ–સ્વ. સં. ૧૫૯૭ મા શુ ૫,(૫૭) મહાતપસ્વી આ૦ સેમવિમલસૂરિ સ્વ. સં. ૧૬૩૭, (૫૮) આ૦ આણંદસેમસૂરિ, (૫૯) આ૦ વિમલસેમસૂરિ (૬૦) વિશાળસેમસૂરિ–સ્વ. સં. ૧૬૯૮ મા શુ ૧૫, (૬૧) આ૦ ઉદયવિમલસૂરિ, બીજું નામ ઉદયસેમસૂરિ, (૬૨) ભ૦ શાંતિસેમસૂરિ થયા (પ્રક. ૫૫ પૃ. ૬૯૦ સેમશાખા પટ્ટાવલી)
આગડ ગામમાં જ્યાં ભ૦ સુમતિનાથને જિનપ્રાસાદ હતો, ત્યાં સહસમલ રાજાના યુવરાજને પુત્ર રાજા રામસિંગ હતું ત્યારે સં. ૧૭૩૩ માં આ૦ શાંતિસામે ચોમાસુ કર્યું હતું. તે મોટા તપસ્વી હતા. તેમણે ૧૨૧ દિવસ સુધી આયંબીલનું તપ ચાલુ રાખી મણિભદ્રવીરની આરાધના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org