________________
૮૪૫
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ. (૨) વિજયદાનસૂરિ અને મણિભદ્રમહાવીર વૃદ્ધો કહે છે કે આ વિજયદાનસૂરિએ ગીતાર્થોની વિનતિથી અને મણિભદ્રવીરની સમ્મતિથી આ૦ વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા હતા.
તેમણે સાથે સાથે એવી આજ્ઞા કરી હતી કે, “હવે પછી બધા ગચ્છનાયકના નામમાં “વિજય’ શબ્દ રાખે. આ અંગે છૂટક ઉલ્લેખ આ રીતે મળે છે.
(૧) પહેલું એ કારણ, વિજયદાનસૂરીશ, નિજ પાટિ સ્થાપ્યા, હીરવિજયસૂરીશ, ૪૫. તેણિંવાર કહિઉ એકવચન, સુણે સાવધાન; જેહનઈ પદ આપે, તેહનઈ દઇ બહુમાન, ૪૬ એ વિજયની શાખા, જયકારી જગિ જાણ; પદ દીધા તેહનું, વિજય નામ મનિ આણી, ૪૭ (–આ. વિજયતિલકસૂરિરાસ; ઐતિહાસિક રાસ સં૦ ભાગ ૪)
(૨) “વીરવંશાવલી” માં લખ્યું છે કે-યક્ષ મણિભદ્રે આ વિજયદાનસૂરિને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે, “તમારી પાટે વિજયશાખા સ્થાપજે. હવે પછી તમારી પાટ પરંપરામાં બીજી શાખા રાખશે મા, માટે જે નામ સ્થાપો ત્યારે તેમાં મારા નામને એક ચક્ષરાજ તેમનું નામ રાખજો. વિજયશાખા રાખવાથી પાટ વિજય વાળી બનશે.”
(આજ સુધી તપાગચ્છમાં દર ત્રીજી પેઢીએ શાખા બદલાતી હતી તે હવેથી બંધ થઈ વિજય શાખા કાયમ બની છે.)
(વિવિધ ગચ્છીય પટ્ટાવલી પૃ૦ ૧૨૨) હરે
ગુરુવરકી સેવા કરે, મણિભદ્ર મહાવીર,
કરે સમૃદ્ધિ ગચ્છમે કાટે સંઘકી પીર (૩) મણિભદ્રવીર આ. વિજયદાનસૂરિને એ ભકત હતા કે તેમનું નામ જ પનારને ય સહાય કરતા હતા. આથી જ પાટણની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org