________________
૮૫૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિક્રમની સત્તરમી સદીમાં અમદાવાદ મોટું નગર હતું. તેને કેટ, ૧૨ દરવાજા, ઘણું ચૌટા, ઘણી પિળ, હતી, અને તે અર્ધા એજનમાં પથરાયેલું હતું. ' (૧) અમદાવાદનાં અહમદપુર વગેરે ઘણું નામ છે.
(પ્રક. ૪૫ પૃ ૧૯૮, ૨૦૭) - જેમાં દેશી, વખારિયા, વહોરા, એમ મેટા વ્યાપારી વસતા ત્યાં શા. પૂજાશાહ અને તેની પત્ની પ્રેમલદે રહેતા હતા. બને ધર્મી હતા, સુખી હતા, પણ તેઓને કંઈ સંતાન ન હતું. તેઓએ એક વાર ભ૦ ભુવનતિલકસૂરિ કે જે પ્રેમલદેવીના ગૃહસ્થપણાના ભાઈ હતા. તેમને અમદાવાદમાં ઉત્સવ પૂર્વક પધરાવી ચોમાસું રાખ્યા.
પ્રેમલદેએ ભટ્ટારજીને વિનંતિ કરી કે “અમને ધર્મ–અર્થ અને કામ બધુંય છે. માત્ર કંઈ સંતાન નથી, આપ જેવા ભાઈ છે, મોટા ધર્માચાર્યું છે. અહીં મણિભદ્રસાચા દેવ છે. આપણે તેના ઉપાસક છીએ, છતાં સંતાનની ખોટ મને બહુ સાલે છે. કૃપા કરીને આપને ભાણેજ થાય, એવું વચન આપે.” ભટ્ટારકે બેનની આજીજીથી જણાવ્યું કે “તને અંતરાયકર્મ તૂટે અને સંતાન થાય તે, એક પુત્ર મને આપજે બહેને એ વાત અંગીકારી.
૧. જૈન જૈન સાધુઓને આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, અને પુસ્તકનું દાન આપે છે. તેમજ શિષ્ય બનાવવા માટે પોત-પોતાના પુત્ર પુત્રીઓનું પણ દાન કરે છે. જેમકે
(૧) વાસુદેવ કૃષ્ણમહારાજા ભ૦ નેમિનાથની પાસે દીક્ષા લેનાર સૌ નર-નારીઓને દીક્ષાની અનુજ્ઞા આપતા. તેમજ તેના સગા-વહાલાઓને સર્વ જાતની સગવડ કરી આપી, તેઓ પાસેથી રજા અપાવતા હતા.
(૨) મગધના રાજા શ્રેણિકે (બિંબસારે) પિતાની રાણુઓ તથા પોતાના પુત્રોને ભ૦ મહાવીરસ્વામીની પાસે દીક્ષા અપાવી હતી
(ત્રિશા પુત્ર ચ૦ પર્વ ૧૦ મું, પ્રક. ૧ પૃ૦ ૭) (૩) ખાંમના જૈનાએ વિ. સં. ૧૦૦ લગભગમાં આ૦ યક્ષદેવને ૧૧ છોકરા વહરાવ્યા હતા. (જૂઓ ઈતિ પ્ર૦ ૧ પૃ. ૨૨)
(૪) ભંડારના વીરનાગ પિરવાડે સં. ૧૧૫રમાં ભરૂચમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org