________________
૮૪૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કાવ્યકળામાં નિષ્ણાત હતા. તે દર ગુરુવારે આગલેડમાં મણિભદ્રવીરની યાત્રા કરવા જતા હતા. તેમણે વૃદ્ધ થયા બાદ આગલેડ જવાની તાકાત ન રહેવાથી, વીજાપુર અને આગલોડના રસ્તા વચ્ચે મસાણેશ્વર મહાદેવ (મસેશ્વર મહાદેવ) ના દેરા પાસે એક ખેતરમાં દેરી બનાવી, મણિભદ્રવીરની સ્થાપના કરી હતી. તે સાગર શાખાના ભકારક શાંતિસાગરની આજ્ઞામાં રહેતા. તેમણે સં૦ ૧૯૦૧ માં વાઘણ પિળના જિનપ્રાસાદમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હતી. - તેમણે વિજાપુરમાં બ્રાહ્મણોના માઢ પાસે સરસ્વતીની દેરી પણ બનાવી હતી.
વૃદ્ધો કહે છે કે, તે મેટા ચમત્કારી યતિ હતા, એક વખત મુસલમાનેએ “જૈન યતિઓને વેશ” લઈ નાચ શરૂ કર્યો. ત્યારે પરમ તપસ્વી સંવેગી મુનિ નેમસાગરજી મઠ ત્યાં વિદ્યમાન હતા. તેમણે ૫૦ યતિ અમૃતવિજયજીને કહેવડાવ્યું કે, તમે આ ખેલ બંધ કરા; યતિજીએ ઉત્તર વા કે, “આપ મુનિ મહારાજ છે અને હું શિથિલ છું, યતિ છું, તે આપે જ આને વિચાર કરે જોઈએ. તપસ્વીજીએ ફરી આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે, “મહાનુભાવ! જૈન ધર્મ તમારે અને અમારો અને સૌને છે, યતિરે આવા સમયે ચમત્કાર બતાવે છે. સંવેગી સાધુ ચમત્કાર બતાવે નહીં. સંવેગી સાધુ અને યતિમાં આ જ મેટો ફરક હોય છે, તે આને ઉપાય તમારે જ કરવાને છે. - યતિવરે આગેવાન મુસલમાનોને બોલાવી કહ્યું કે, “આ ખેલ અહીંથી જ બંધ કરે. આગળ વધશો મા.” પરંતુ મુસલમાન યુવકોએ ગણકાર્યું નહીં. અને એ ખેલ ચાલુ રાખે. એવામાં આગળથી અવાજ આવ્યો કે, જમાતને રેકે, તાજિયાને રેકે, આગળ વધવાને રસ્તો બંધ છે.” રસ્તામાં પથ્થરની મેટી દિવાલ બની ગઈ હતી, જે કઈ જાય તે ત્યાં ટકરાઈને પાછા પડતે, મુસલમાન આગેવાને સમજી ગયા કે, પેલા સેવડાનું આ કામ છે. આથી સુસલમાનેએ યતિવર અમૃતવિજયજી પાસે આવી માફી માગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org