________________
૫૪૩
પૂનમું] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ એસવાલના ભ૦ અજિતનાથની પ્રતિમાની, આબૂ અચલગઢ ઉપર માંડવ ગઢના માળવાના બ૦ ગ્યાસુદ્દીનના ધર્મમિત્ર દિવાન રાણકપુરના સં. રત્ના પિરવાડના પૌત્ર સં૦ સહસાએ બનાવેલા અચલગઢના ચૌમુખ જિનપ્રાસાદની, દેવાસના સં. ભાદા કાનાએ બનાવેલા જિનપ્રાસાદની, દેવાસમાં માલવાના “મફર મલેક” મેઘજીના માન્યમંત્રી દેવસી પોરવાડના ૨૪ જિનપ્રાસાદની જિન પ્રતિમાઓની, ધારમાં વિશા પિરવાડ સં૦ હરખાના ૧૧ જિન પ્રાસાદની, સં. ૧૫ર૩ના વૈશાખ સુદિ ૮ ની ભ૦ કુંથુનાથની પ્રતિમા અચલગઢમાં નીચે કુંથુનાથ ભ૦ના જિનાલયમાં છે. તે વગેરેની પ્રતિષ્ઠા કરી હતી. જૈન તીર્થો (૧) માતર તીર્થ
આઠ લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૩ના વૈ૦ વદ ૭ ના દિવસે ભ૦ સુમતિનાથની પ્રતિમાની અંજનશલાકા કરી હતી. આ પ્રતિમા આજે માતર તીર્થમાં બિરાજમાન છે. પ્રતિમા ચમત્કારી છે. સાચાદેવ સુમતિનાથ તરીકે પ્રસિદ્ધ છે. આ મૂર્તિના કારણે જ માતર તીર્થ બન્યું છે.
આ તીર્થને જીર્ણોદ્ધાર અમદાવાદવાળા પિરવાડ શેઠ જમનાભાઈ ભગુભાઈના પત્ની ધર્મપ્રેમી માણેકબહેને કરાવ્યું છે આ. વિજયસિદ્ધિસૂરિ દાદાના હાથે પ્રતિષ્ઠાસ્થાપના કરાવી છે. (૨) ગેડીપુર તીથી
ગુજરાત પાટણમાં વિ. સં. ૧૮૬૨ થી ૧૧૭૦ સુધી દિલ્હીના બાદશાહ વતી હસનખાન બીજું નામ હીસામુદ્દીન સુબે હતે..
કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિએ સં. ૧૨૨૮ માં પાટણમાં ગોડી પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી હતી. આ પ્રતિમા સુબા હીસામુદ્દીનને મળી તે મહા ચમત્કારી હતી. તેથી તેણે સં૦ ૧૪૭૦માં આ પ્રતિમા નગરપારકરના મેઘા મીઠડિયાને આપી.
મેઘાશાહે પ્રતિમા લઈ જઈ સં૦ ૧૪૮૨ માં નવું ગોડીપુર ગામ વસાવી ત્યાં મેટે જિનપ્રાસાદ બનાવ્યો. તેના મરણ બાદ તેના પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org