________________
૭૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પિતાની આંખે અડાડયું. પછી તે હવણજળ અંતઃપુરમાં (જનાનખાનામાં) મે કહ્યું. સૌની અનિષ્ટની શંકા ટળી ગઈ એ પછી બાદશાહ અને શાહજાદે વધુ સુખી થયા.
(-પ્રક. ૪૪ પૃ૦ ૯૩) બાદશાહ ૪૦ કેશ પ્રમાણુવાળા “જેનબંકા” નામના તળાવના કાંઠે હતું ત્યારે તેણે હીંદી સં૦ ૧૬૪૯ના વિ. શુ. ૧૦ને રોજ પં. ભાનુચંદ્રના કહેવાથી આ૦ હીરવિજયસૂરિના યાત્રાસંઘને શત્રુંજય તીર્થ ઉપર કર માફ કર્યો–એટલે વેરે, જકાત, લાગત, વેઠ, વગેરે માફ કર્યા અને ત્યાં નવાં જિનમંદિર બનાવવાની રજા આપી. તથા જ૦ ગુઠ આ૦ વિજયહીરસૂરિને જૈનતીર્થો ભેટ આપ્યાં.
(પ્રક. ૪૪૦ બાઇ ફર૦ નં૦ ક–પૃ. ૧૧૯) બાહ અકબરે પ૦ ભાનુચંદ્રજીની પ્રશંસાના આનંદથી તથા શેઠ જેનશિલ્ય જેનની પ્રેરણાથી આ વિજયસેનસૂરિને ગુજરાતથી લહેર બેલાવ્યા. બાદશાહે પં૦ નંદિવિજયને તેમની અવધાનકળાથી ખુશ. ફહમ (“અસાધારણ બુદ્ધિવાળા”)નું બિરુદ આપ્યું, બાદશાહે આ વિજયસેનસૂરિને “સવાઈહીર”નું બિરૂદ આપ્યું અને તેમની પાસે પં. ભાનુચંદ્રગુણિને ઉપાધ્યાયપદ અપાવ્યું. આ ઉત્સવમાં શેખ અબુલફજલે ૨૫ (૧૦૮) ઘોડાનું તથા ૧૦ હજાર ના મહેરનું દાન કર્યું, બાદશાહે તે આચાર્યશ્રીને ઇલાહી સન ૪૬, શહર્યર મહિનાની તા. ૧, હીજરી સન ૧૦૧૦ સફર મહિનાની તા. ૨૫ મીના રોજ અહિંસાનું ફરમાન આપ્યું. અને આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ગુજરાત પધાર્યા, (મે. બા. ફરમાન નં. ૬ ઇતિ, પ્રક. ૪૪ પૃ૦ ૧૨૪ થી ૧૨૬)
જ ગુ. આ૦ હીરવિજયસૂરિએ ઉપા) ભાનુચંદ્ર માટે ગુજરાતમાં ૧ મુનિ ભાવચંદ્ર અને ૨ મુનિ સિદિચંદ્ર એમ બે શિષ્ય બનાવી, લાહેર મેકલ્યા. તેમાં મુનિ ભાવચંદ્ર ભક્તિશીલ હતા.
અને (૬૧મા) સુનિસિદ્ધિચંદ્ર નાની ઉંમરના હતા. અત્યંત રૂપાળા હતા, બાદશાહે સિદ્ધિચંદ્રને પિતાના શાહજાદા જેવા માન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org