________________
પંચાવનમું ] આ હેમવિમલસરિ
૮૩૭ તીર્થ પલ્લીવાલ વેતામ્બર જેનેએ સ્થાપ્યું છે. જેમાં ૧૨ થી ૧૭મી શતાબ્દી સુધીની ઘણી જિન પ્રતિમાઓ છે. જે દરેકની ઉપર વિવિધ સાલના પ્રતિમા લેખે છે.
એક કાઉસગ્ગીઓ ઉપર વિ. સં. ૧૩૦૩ને લેખ છે.
સંઘે સં. ૧૬ર૧મા દરવાજે બનાવ્યો, તથા શ્રી નાકેડા પાર્શ્વનાથની કૃપાથી પલ્લીવાલ ગચ્છના ભ૦ યશોદેવસૂરિના સમયે, રાવલ જગમાલના રાજ્યમાં સં. ૧૬૭૮ બીટ અ સુ ૨ રવિવારે ભ૦ મહાવીર સ્વામીના જિનાલયમાં ચોકી બનાવી, તેમજ સં૦ ૧૬૮૨ અo સુર ૬ સોમવારે નંદીમંડપ બનાવ્યું.
અહીં મૂળનાયક તરીકે “૨૫ ઈંચ ઉંચી નાકોડા પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. અહિના ક્ષેત્રપાલ અધિષ્ઠાયક નાકેડા ભૈરવ છે. જે ચમત્કારી છે. મંદિરની મૂળ બાંધણું પર (બાવન) જિનાલય મંદિર, વાળી છે. તેમાં દેરીઓ બનાવવાનું કામ ચાલુ છે. સં. ૨૦૧૬ મહા સુદિ–૧૪ના રેજ છેલ્લી પ્રતિષ્ઠા થઈ છે.
(૨) બીજે જિન પ્રાસાદ-ભ૦ ગષભદેવનું જિનાલય વિરમપુરની લક્ષમી બાઈએ આ મંદિર બનાવી તેમાં સં. ૧૫૬૮ વૈ૦ સુત્ર ને રોજ ભ૦ હેમવિમલસૂરિના હાથે ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે વીરમપુરમાં ૧૫૦૦ જેન ઘર હતા, અહીં આજે મૂળનાયક તરીકે બે ફુટ ઉંચી ભ૦ ઋષભદેવસ્વામીની ભવ્ય પ્રતિમા છે. બે બાજુ બદામી રંગની બે જિન પ્રતિમાઓ છે. તે મંદિરમાં કુલ ૩૫ જિન પ્રતિમાઓ છે.
અહીં વીરમપુરના સંઘે રાવલ ઉપકર્ણના રાજ્યમાં સં. ૧૫૬૮ અ૦ સુત્ર ૫ (વૈ. સ. ૭) ગુરુવાર પુષ્ય નક્ષત્રમાં તપાગચ્છના ભટ હેમવિમલસૂરિના શિષ્ય પં. ચારિત્રસાધુગણિવરના ઉપદેશથી ભ૦ વિમલનાથના જિનપ્રાસાદમાં “રંગમંડપ” બનાવ્ય, સં. ૧૫૭૨ અ સુ ૧૫ ને રોજ ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય પં. વિમલચંદ્રગણિના ઉપદેશથી નવ ચેકી કરાવી, તથા મહોત્ર ધર્મ સાગર ગણિવરના ઉપદેશથી સં. ૧૬૩૭ના વૈ. સુ. ૩ ગુરુવારે રાવલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org