________________
૮૪૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જતા. અને મગરવાડામાં જઈ અઠ્ઠમ કરી મણિભદ્રવીરને પ્રત્યક્ષ કરતા હતા.
તે પ્રમાણે તપગચ્છ સમશાખાના દરમા ભવ્ય શાંતિસેમે મગર વાડામાં રહી મણિભદ્રનું આરાધન કર્યું અને તેમના પગને કે ઢીંચણને કંઈક અંશ આગલોડમાં લઈ ગયા. અને ત્યાં મણિભદ્રવીરના કહેવા પ્રમાણે દેરું બંધાવી ત્યાં સ્થાપના કરી. (પ્રક. ૫૩ પૃ૦ ૫૬૩)
નોંધ : તપગચ્છના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં પુર, નગર અને ગામે ગામમાં મણિભદ્રવીરની સ્થાપના જ્યાં ત્યાં જોવામાં આવે છે.
જૈન શાસનના અધિષ્ઠાયક તરીકે મણિભદ્રવીર જૈન સમ્યગદષ્ટિ દેવ છે. વિસં. ૧૭૩૩માં આગલેડમાં મણિભદ્રવીરનું દેરું સંઘે બંધાવ્યું.
સં. ૧૮૬૦માં આગલેડના ઠાકર હરિસિંહના વખતમાં પં. મુક્તિવિજયજીના ઉપદેશથી આગડના જૈનસંઘે મણિભદ્રવીરના દેરાને “જીર્ણોદ્ધાર” કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકાદેરી છે. બીજી દેરીઓ પણ જૈનેની છે. તેની પાસે શ્રાવકસંઘની બંધાવેલી ધર્મશાળા છે. તથા જૈન સંઘે બંધાવેલ કુવે છે.
આગલેડના જૈનસંઘની માલિકી તથા વહીવટ તળે મણિભદ્રવરનું દેરું, દેરીઓ તથા ધર્મશાળા, બાગ, કુ વગેરે છે. આગલેડમાં શ્રાવકેનાં ૧૦૦ ઘર, બે શિખરબંધી દેરાસર છે.
(–વીજાપુર-બૃહદુવૃત્તાંતમાંથી) મણિભદ્રવીર તે પૂર્વે માણેકચંદ્ર શેઠ નામે વીસાઓશવાલ શ્રાવક હતા. તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર વગેરે ઓશવાલે ત્યાં બાધા રાખવા-મૂકવા આવે છે. - મણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગભારામાં આગળ કઈ ખરતરગચ્છના યતિએ (આજથી ૨૫-૩૦ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે. પણ અમારે એ મત છે કે, ભૈરવની સ્થાપના ત્યાં ન રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ.
આગલેડ, ઈલેડ વગેરે ગામો ભીલ ઠાકરેએ વસાવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org