________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૭૮૧ ભાનુચંદ્રગણિ સમ્રાટને તથા શેખ અબુલફજલને “છ દશન” ભણાવતા હતા. તેમણે શાહજાદા (૧) જહાંગીર અને (૨) મુરાદ (૩) દાનીયારને શાસ્ત્રો ભણાવ્યાં. બાદશાહને “સૂર્યસહસ્રનામ' ભણવાની ભાવના થઈ. પં. ભાનચંદે તેને ગ્રંથ તથા યંત્ર બનાવી તેને આપ્યાં. બાટ અકબર તેમની પાસે દર રવિવારે “સૂર્યસહસ્ત્રનામ” નો પાઠ સાંભળતો હતો.
બાદશાહે પં. ભાનુચંદ્રજીના ઉપદેશથી ગરીબોને મોટું દાન આપ્યું.
ગુજરાતના સૂબા મીરઝા અજિત કેકાએ જામનગરના રાજા જામને જીતી લઈ, તેના માણસને કેદ કર્યા હતા. પં. ભાનુચંદ્રજીએ બાદશાહને સમજાવી, ત્યાંથી તે કેદીઓને છોડાવ્યા. બાદશાહે ૫૦ ભાનુચંદ્રજીને દાનમાં સૌરાષ્ટ્ર આપી દીધો. બાદશાહ કાશ્મીરથી લહેર પાછા આવ્યા ત્યારે પં. ભાનચંદજીના ઉપદેશથી સંઘે લાહોરમાં બાદશાહની રજા મેળવી; વીસ હજાર રૂપિયા ખર્ચી, ભગવાન શાંતિનાથનું ચિત્ય તથા ઉપાશ્રય બનાવ્યા. વિષકન્યાની રક્ષા
સં. ૧૬૪૮-૪૯માં શાહજાદા જહાંગીરની બીબીએ લાહોરમાં મૂળ નક્ષત્રમાં કે આશ્લેષા નક્ષત્રમાં એક શાહજાદી કન્યાને જન્મ આપે. સૌએ તેને વિષકન્યા માની અનિષ્ટની શંકાથી તેને મારી નાખવા જણાવ્યું. પ૦ ભાનચંદે તેની શાંતિ માટે શેઠ થાનમલજી તરફથી લાહોરના ઉપાશ્રયમાં અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વિગેરે પાઠ મોટી વિધિ કરાવી. આ ઉત્સવમાં મંત્રી કર્મચંદ્ર બાદશાહ, શાહજાદે જહાંગીર વગેરે તથા બીજા રાજા-મહારાજા ઉપાશ્રયમાં આવ્યા. બાદશાહ અને શાહજાદે પ્રભુની સામે ઊભા રહ્યા. પં. ભાનુચંદ્રજીએ તેઓને ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું. શેઠ થાનસિંહ તથા મંત્રી કર્મચંદ્ર બાદશાહ અને શાહજાદાને ભેટશું ધયું તથા બાદશાહે અને શાહજાદાએ સોનાના પાત્રમાંથી “હુવણ” લઈ, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org