________________
૮૧૫
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ પુત્ર હતા. ખાખરમાં “ઓસવાલ જેનેનાં અનેક ઘર” હતાં તે સૌને પંન્યાસજીએ પ્રતિબંધ આપી પિતાના ઉપાસક બનાવ્યા અને ખાખરને “તપાગચ્છનું ક્ષેત્ર” બનાવ્યું.
સં૧૬૫૭ના માહ શુ. ૧૦ ને સેમવારે ઘણી જિનપ્રતિમા ઓની પ્રતિષ્ઠા કરી હતી.
પંન્યાસજીને ઉપકેશગચ્છના ભટ્ટારકે તથા પૂર્ણિમાગચ્છના કુલ ગુરુઓ સાથે મેળ થતું. આથી તે તે ગચ્છના શ્રાવકેએ સં૦ ૧૬૫૭ના ફાટ વ૦ ૧૦ થી શત્રુંજયાવતાર જિનપ્રાસાદ બનાવો શરૂ કર્યો, તથા સં. ૧૬૫૯ ના ફા. સુ. ૧૦ ના પેજ તૈયાર કર્યો. અને સં. ૧૯૫૯ના ફાસુત્ર ૧૦ ના દિવસે પં. વિવેકહર્ષગણિવર પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. એટલે પં. વિવેકહષગણિ સં. ૧૬૫૯ સુધી પંન્યાસ હતા. રાસ
તેમણે સં. ૧૬પર માં વીજાપુરમાં ભર વિજયસેનસૂરિના રાજ્યમાં “આ૦ હીરવિજયસૂરિરાસ” તથા “હીરવિજયસૂરિ નિર્વાણ સજઝાય બનાવ્યાં હતાં. બાદશાહી દરબારમાં
મહેક વિવેકહર્ષગણિવરે આગરામાં મોગલ દરબારમાં સં૦ ૧૬૬૭ માં જઈ ધર્મ પ્રભાવના કરી હતી.
મહ૦ વિવેકહર્ષગણિવર, પં. પરમાનંદગણિવર, પં. મહાનંદગણિવર, અને પં૦ ઉદયહર્ષગણિ સં૦ ૧૬૬૬ માં આગરામાં ચોમાસુ હતા. ત્યારે બાદશાહ જહાંગીરે તેમના ઉપદેશથી પિતાના પિતાની જેમ પિતાના રાજ્યમાં પર્યુષણના ૧૨ દિવસમાં અમારિ પાળવાનું ફરમાન આપ્યું હતું.
બાદશાહ જહાંગીર જુલસી સન પ, ઈલાહી સન પ૫, ફરવર દિન મહિને તા. ૨૬, હીજરી સન ૧૦૧૯, અથવા ૧૦૨૧ સને ૧૬૫૧, હીંદી વિ. સં. ૧૬૬૭ અથવ સં. ૧૬૬૮ ચિત્ર શુદિમાં આપેલા તે ફરમાનમાં લખે છે કે, “જેમને હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org