________________
હુકમ થી રથ
તૈયાર
૮૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ ધ્યાન આપીએ છીએ, તેથી આ વખતે પં. વિવેકહર્ષ, પરમાનંદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તપાયતિ (તપગચ્છના સાધુ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને નંદિવિજયજી કે જેઓ ખુફહમ ખિતાબવાળા છે, તેમના ચેલાઓ છે, તે આ વખતે અમારી પાસે છે. અને તેમણે દરખાસ્ત પૂર્વક વિનંતિ કરી છે, તેથી એ વિનંતિ કબૂલ કરી દુનિયાએ માનેલે અને માનવાલાયક જહાંગીરી હુકમ થયો કે, મજકુર ૧૨ દિવસમાં દરવર્ષે હિંસા કરવાની જગાએમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહીં, અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહીં, વળી એ સંબંધી દર વર્ષને નવ હુકમ કે સનદ પણ માગવામાં આવે નહીં, આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં અને આડે માર્ગે જવું જોઈએ નહીં. એ ફરજ જાણવી જોઈએ.
(–પ્રક. ૪૪, પૃ૦ ૧૩૭ મો બા ફરમાન ૧૦ મું) આ૦ વિજયસેનસૂરિ સં૦ ૧૬૬૬માં પ્રભાસપાટણમાં માસુ હતા. આગરાના જૈન સંઘે સં૦ ૧૬૬૭ ના કાશ૦ ૨ ના રોજ આગરાથી પ્રભાસપાટણ તેમની ઉપર “સચિત્ર વિજ્ઞપ્તિપત્ર” લખી મેક હતે. સંઘ તેમાં લખે છે કે-“બાદશાહ જહાંગીરે ગયા પર્યુષણમાં ૧૨ દિવસનું અમારિ ફરમાન કરી આપ્યું છે, તેથી સર્વ દેશ, પૂર્વદેશ, દિલ્હી મંડલ, મેવાતમંડલ, રણથંભેરગઢ વગેરે ઘણું દેશમાં અમારિ વતી છે. બાદશાહે આ હુકમ આપે ત્યારે બાદશાહ જરૂખામાં બેઠો હતે. બુરહાનપુરવાળા રામદાસજી (બુરહાનપુરના રાજા રામરાજ ) તેમની આગળ હતા. અમે ત્યાં ગયા. તેમાં ૫૦.......હર્ષગણિ સૌથી આગળ હતા. પં................. હર્ષગણિ તેમની પાછળ હતા. અમે સૌ એમની પાછળ હતા. બાદશાહને ચિત્રકાર શાલિવાહન ત્યાં હાજર હતા. તેણે આ વખતનું ચિત્ર દેરી લીધું છે. આ “વિજ્ઞપ્તિ પત્ર”માં તે ચિત્ર આલેખ્યું છે. અહીં પર્યુષણમાં તપ, સ્વામીવાત્સલ્ય વગેરે વધુ પ્રમાણમાં થયાં છે.
(–જેન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org