________________
૭૮૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ નહીં, તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં (ગુજરાતમાં) છે તેમની હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર ત્યાં આવી પહોંચે ત્યારે, તેમની સાર સંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજુ કરે તેને સંપૂર્ણ કરી આપવું જોઈએ, કે જેથી તેઓ જીત કરનારા રાજ્યને હમેશાં (કાયમી રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાડી છે કે જ્યાં તેમણે પિતાના ગુરુ હીરજીનાં પગલાં સ્થાપન કર્યા છે તેને જૂના રિવાજ પ્રમાણે “વેરા વગેરેથી મુક્તિ” જાણું, તે સંબંધી કંઈ હરકત કે અડચણ કરવી નહીં. લેખ (થ) તા. ૧૪ શહેરીવર મહિને અને ઈલાહિ ૫૫.
પેટાને ખુલાસો મહિને ફરવરદીન, તે દિવસે કે જે દિવસેમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ઈદને દિવસ, મેહર (મિહિર)ના દિવસે, દરેક મહિનાના રવિવારે, તે દિવસે કે જે સૂફિયાના દિવસની વચમાં આવે છે. રજબ મહિનાને સોમવાર, અકબર બાદશાહના જન્મને મહિને, જે શાઆબાન મહિને કહેવાય છે. દરેક શમશી (Sular ) મહિના પહેલે દિવસ, કે જેનું નામ એમજ છે. બારબરકતવાલા દિવસે, કે જે શ્રાવણ મહિનાના છેલ્લા ૬ દિવસે અને ભાદરવાના પહેલા જ દિવસે છે.
અલ્લાહુ અકબર (નકલ અસલ મુજબ છે)
સિક્કો
આ સિક્કાના અક્ષરો વાંચી શકાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org