________________
પંચાવનમું ) આ૦ હેમવિમલસૂરિ
૮-૫ સં૦ ૧૬૭૪ (ઈ. સ. ૧૬૧૮)માં આ૦ વિજયદેવસૂરિની આજ્ઞાથી આગરામાં ચોમાસુ રહ્યા હતા. અને તેઓ જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, હીજરી સન ૧૦૨૭, શાહબાન મહિનાની તા. ૧ભીએ, વિ. સં. ૧૬૭૪ના અષાડ મહિનામાં, સને ૧૬૧૮ ને જુલાઈમાં બાદશાહ જહાંગીરને મળ્યા હતા, અને તેમણે બાદશાહને આ૦ વિજયદેવસૂરિ તરફથી ધર્મલાભ કહ્યા હતા. આથી બાદશાહે ખુશી થઈને આ. વિજયદેવસૂરિ ઉપર ભક્તિ ભરેલે પત્ર લખ્યું હતું. (સૂરીશ્વર અને સમ્રા મેગલ બા. ફરમાન નં. ૧૩)
(–પ્રક. ૪૪ પૃ૦ ૧૪૫) ૬. સૌરાષ્ટ્રમાં પ્રાચીન અજારા તીર્થ છે. જેને પરિચય પહેલાં (પ્રક. ૧ પૃ. પર) માં આવી ગયેલ છે.
આ તીર્થના અજારા પાર્શ્વનાથ જિનપ્રાસાદના સભામંડપની દીવાલમાં ઉંચે ૧ થી ૧ ફુટ લાંબા પહેળા પાષાણુમાં દેલો સંસ્કૃત-પદ્ય ગદ્યમાં શિલાલેખ છે. તેમાં પ્રથમ કલેક વંચાત નથી ૨ થી ૧૫ કલેકને સાર આ પ્રમાણે છે.
શિલાલેખ સં. ૧૬૭૭ વૈ૦ સુત્ર ૩ શનિવારે રોહિણી નક્ષત્રમાં સર્વતીર્થમાં પ્રધાન અજારાતીર્થમાં તપાગચ્છના ભટ્ટારક વિજય. દેવસૂરિના શાસનમાં પંડિતેમાં મુખ્ય મહાતાર્કિક સિદ્ધાન્ત અને વાદશાસ્ત્રોના સાગર પં. કલ્યાણુકુશળગણિવરની કૃપાથી તેમના પ્રિય શિષ્ય બુદ્ધિશાલી, વિદ્વાન તેમજ સંયમી ગુરૂભક્ત ૫૦ દયા. કુશળગણિના મેટા પ્રયત્નથી (૧) દેવાધિદેવ ભગવાન પાર્શ્વનાથ તથા (૨) ગુરુદેવ ભવ્ય વિજયદેવસૂરિની કૃપાથી અને “દીવના જૈન સંઘ”ની મદદથી ઉનાના દેશી છવરાજ શ્રીમાલીના પુત્ર ધર્મપ્રેમી છે. કુંઅરજીએ પિતાનું શુદ્ધ દ્રવ્ય વાપરી, અજારા પાર્શ્વનાથના મૂળ જિન પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેની જમણી તરફમાં ભ૦ ઋષભદેવની બે ચરણ પાદુકા બનાવી. તથા દો. મદને ગુરુદેવની ચરણપાદુકાઓ બનાવી. અને શાક ભાઈચંદે દેશી સંઘની સહાયથી તેમની ખુશી માટે “મેટી ધર્મશાળા બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org