________________
૧૭૮૫
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ બાદશાહનું આમંત્રણ. શાહી સત્કારી પ્રવેશ બાદશાહ જહાંગીરે ઉ૦ વિવેકહર્ષ વગેરેનાં સં. ૧૬૬૬ થી ૧૬૬૯ ના માસા બાદ ઉપાય ભાનુચંદ્રગણિ વગેરેને આગરા પધારવા વિનંતિ મેકલી, આથી તે વિહાર કરી “મેડતા થઈ ફલોધિ પાર્શ્વનાથ ગયા, અહીં ખરતરગચ્છની આચાર્યશાખાના ભટ્ટારકે આ તીર્થને પિતાનું બનાવવા ઈચ્છતા હતા. ઉપાટ ભાનુ ચંદ્ર ત્યાં રહી તે તીર્થને “તપાગચ્છનું બનાવી, ત્યાંથી વિહાર કર્યો અને તેઓ આગરા પધાર્યા.
બાદશાહ જહાંગીરે સં. ૧૬૬૯ માં તેમને ભારે દબદબાથી શાહી સત્કાર કર્યો.
(–પ્રક. ૪૪, પૃ. ૯૪) મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભવઈ તમે ભલઈ અહીં ભાણચંદ આયા, તુમ પાસિ થિઈ મહિ સુખ બહુત હવઈ, સહરિયાર ભણવા તુમ વાટ જેવઈ. ૧૩૦૯ પઢાઓ અમ પુતકું ધર્મવાત, જિઉં અવ સુણતા તુમ પાસિ તાત; ભાણચંદ કદી મ તુમે હો હમારે, સબ હી થકી તુમ હો અમ્મહિ યારે. ૧૩૧૦
(–આ. વિજયતિલકસૂરિ રાસ) બાદશાહ, બેગમે, શાહજાદા, શાહજાદાઓ જનાનખાનાનાં સૌ કઈ હંમેશાં મહાપાધ્યાયજીના દર્શને આવતા હતા. અને ઉપદેશ સાંભળતા હતા.
તેમણે સં. ૧૬૬૯ થી ૧૯૭૩ સુધી આગરાથી વિહાર કરી મારવાડ તરફ વિહાર લંબાવ્યો હતે.
એવામાં એકાએક ગડબડ થઈ ઈતિહાસમાં કઈ કોઈ વાર વિચિત્ર પ્રસંગે ઉઠે છે. અને શમી પણ જાય છે. જેમકે–
(૧) નવાંગ વૃત્તિકાર આ૦ અભયદેવસૂરિ ઉપર એકવાર અજાણી આફત આવી ઉતરી હતી. અંતે તેમણે ઉપદેશ સામર્થ્યના બલથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org