________________
૭૫૫.
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ બાદશાહે બહુ ચીવટ રાખી ગંભીરપણે તપાસ કરી. આચાર્ય શ્રીની જીવનચર્યા, વિદ્વતા, ત્યાગ અને તપસ્યાની આકરી પરીક્ષા કરી. બાદશાહે પિતાને પૂરો સંતોષ થતાં આ વિજયદેવસૂરિને મેટા ત્યાગી અને તપસ્વી છે, એમ દર્શાવનારું “મહાતપા”નું માનવતું બિરુદ આપ્યું, તથા ઉપાધ્યાય નેમિસાગરગણિને “વાદિપકની પદવી આપી, એ રીતે તે સૌનું સન્માન કરી આગરાના સંઘવી ચંદ્રપાલને આજ્ઞા કરી સાથે એકલી બાદશાહી વાજાંગા સાથે માનપૂર્વક ઉપાશ્રયે પહોંચાડયા. આ રીતે એક બાદશાહે તેમનું બહુ સન્માન કર્યું. બાદશાહને આ આચાર્ય ઉપર ઘણો પ્રેમ હતો એ તેણે તે પછી ગચ્છનાયકને ગુરુ સં૦ ૧૬૨૪માં એક ભક્તિપત્ર લખી વ્યક્ત કર્યો હતો.
(–જૂએ પ્રક. ૪૪, પૃ. ૧૪૫
બાદશાહ જહાંગીરને પત્ર ફ૦ નં૦ ૧૩) પરંતુ દીલગીરીની વાત છે કે, વાદિજીપક ઉપા. નેમિસાગર ગણિવર સં૦ ૧૬૭૪ ના કારુ શુ. ૧૦ ના રોજ માંડવગઢમાં કાળધર્મ પામ્યા. અને ભ૦ ગચ્છનાયક ત્યાંથી વિહાર કરી ગુજરાત પધાર્યા.
ઉપા૦ વિદ્યાસાગર ગણિવરના શિષ્ય ઋષિ પંચાયણ; તેમના શિષ્ય પ૦ કૃપાસાગરના શિષ્ય પં. તિલકસાગર ગણિએ સં ૧૭૨૧માં “મિસાગર નિર્વાણ રાસ” ઢાળ-રર ર હતું, - હવે નગરશેઠ શાંતિદાસે નિર્ણય કર્યો કે હવે તે સીધા ૫૦ મુક્તિસાગર ગણિને જ ઉપાધ્યાય અને આચાર્ય બનાવવા.
ભ૦ વિજયદેવસૂરિ સં. ૧૬૭૯ માં ખંભાતમાં વિરાજમાન હતા એ અવસરે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સુબાની સત્તા હાથમાં લઈ અમદાવાદ આવેલા ખંભાતના શેઠને બળજબરીથી અતિથિ તરીકે રાખી નજરકેદ રાખ્યો. અને તેની મારફત ભવ્ય વિજયદેવસૂરિની પાસેથી પં. મુક્તિસાગરગણિને ઉપાધ્યાય અને તે પછી આચાર્ય બનાવવાની પાકી કબૂલાત માગી. આથી ભવ્ય વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મેળવી ૫૦ મુક્તિસાગરને સં૦ ૧૬૭૯ માં ઉપાધ્યાપદ અને તે પછી સં. ૧૬૮૬ ના જેઠ શ૦ ૧૪ ને શનિવારે આચાર્યપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org