________________
૭૫૬
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ આપવામાં આવ્યું. આ રાજસાગરે એ સમયે બીજા ઉપાધ્યાયે વગેરે બનાવી તપાગચ્છ વિજયદેવસૂરગચ્છની સાગર શાખાને ચતુર્વિઘસંઘ સ્થાપ્યું. અને તેમના પહેલા ભટ્ટારક આ૦ રાજસાગરસૂરિને સ્થાપન કર્યા.
સંયમમાર્ગ ગષક વિદ્વાન કોઈ શુદ્ધ શંકા કરશે કે, પં. મુક્તિસાગરગણિ સાધુ નહીં હોય પણ યતિ હશે, કેમકે તેમણે જાપ, હામ, આહુતિ આરતી વગેરે વિધિથી મંત્ર સાધી શેઠને ધનાઢય અને અધિકારી બનાવ્યા, એવું કામ યતિ જ કરે. પણ એવી વિચારણા કરવી
ગ્ય નથી. ઇતિહાસના પરિશીલનથી આપણે જાણી શકીએ છીએ કે તે સમયે આ વિધિ શાસનની પ્રભાવના માટે પ્રશસ્ત મનાતો હતો. આથી કેઈને આ અંગે શંકા કરવી એગ્ય નથી.
(૧) જે કે વિકમની સત્તરમી સદીનું ચોથું ચરણ યતિમાર્ગ પ્રારંભ કાળ છે. ત્યારે બધા ગચ્છોમાં છેડે ઘણે અંશે શિથિલતા આવી હતી. અને કઈ કઈ તે જાહેર રીતે યતિ બની ચૂક્યા હતા. આથી જ પરમ સંવેગી પં. સત્યવિજયગણિવર મહ૦ વિનયવિજય ગણિ, પં. વિમલગણિ અને ઉ૦ યશોવિજયજી ગણિવરે અઢારમી સદીમાં કેિદાર કરી સંવેગી સંસ્થાના પાયે મજબૂત કર્યો.
(–પ્રક૬૨) (૨) બીજી વાત એ છે કે, ઉક્ત પંન્યાસએ શેઠ શાંતિદાસ ઝવેરીને સાફ સાફ જણાવ્યું હતું કે, “અમે પાંચ મહાવ્રતી ત્યાગી છીએ, રાજ્યને શું કરીએ?” તેઓને આ ઉત્તર તેઓના શુદ્ધ સાધુ-સંયમને પુરવાર કરે છે.
(૩) ત્રીજી વાત એ છે કે, પં૦ મુક્તિસાગરગણિ સંવેગી હતા. આથી જ ત્યાગી, આત્મગષી વિદ્વાન સ્થવિર પં. સહજસાગર ગણિવર, પં૦ જયસાગર ગણિ, પં૦ જીતસાગર ગણિ, અને પરમ ત્યાગી સમર્થ વિદ્વાન પં. નગર્ષિગણિ (પં. નગવર્ધન ગણિ) વગેરે તેમના પક્ષમાં હતા.
(–જૂઓ પ્રક. ૫૮) અમદાવાદના નગરશેઠ શાન્તિદાસ ઝવેરીએ તેમના ઉપદેશથી શત્રુંજયતીર્થ ગિરનાર તીર્થ વગેરે તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org