________________
આ
ઘર ઘર
મનમાં એવું લ
ખનાવી
૭૫૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ગચ્છનાયકને અમદાવાદ પધરાવી વિનંતિ કરી કે, “કૃપા કરી મારી એક ભાવના પૂરી કરો કે, બન્ને પંન્યાસને ઉપાધ્યાયપદ આપ.”
આ૦ વિજયસેનસૂરિએ સં. ૧૯૬૫માં અમદાવાદમાં માત્ર પં. નેમિસાગરને ઉપાધ્યાયપદવી આપી.
શેઠે પાઘડી ઉતારી ગચ્છનાયકને ફરીથી વિનંતિ કરી કે, “આપે મારી વિનંતિ સ્વીકારી. તેટલા માટે હું મારાં અહોભાગ્ય સમજું છું.
હવે પં. મુક્તિસાગરજીને ઉપાધ્યાય પદવી પ્રદાન કરે.” એથી મને પૂરે સંતોષ થશે.”
ગચ્છનાયકે શાંતિથી કહ્યું, “આ પદવી લહાણું કરવાની વસ્તુ નથી, કે ઘેર ઘેર અપાય.’ આમ ઉત્તર વાળી મૌન પડયું,
આથી નગરશેઠને મનમાં ખોટું લાગ્યું. અને મનથી નિર્ણય કર્યો કે, “હવે હું ઉપાય નેમિસાગરને આચાર્ય બનાવીશ અને તેમના હાથે જ ૫૦ મુક્તિસાગરને પણ “ઉપાધ્યાય” બનાવી આચાર્યપદવી અપાવીશ.” - ભવ્ય વિજયસેનસૂરિએ પં. મુક્તિસાગરને ઉપાધ્યાય બનાવ્યા નહીં, તેથી જ ભવ્ય વિજયદેવસૂરિ પણ તેમને ઉપાધ્યાય બનાવતા નહતા.
ભ૦ વિજયદેવસૂરિ સં૦ ૧૬૭૩ માં ખંભાતમાં ચોમાસુ હતા, ત્યારે ઉપા. નેમિસાગરગણિ રાધનપુરમાં ચોમાસુ રહ્યા હતા, એ સમયે આ. વિજયાનંદસૂરિના પક્ષવાળા મુનિવરેએ ભ૦ વિજય દેવસૂરિના વિરોધમાં બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા. બાદશાહે તે જ ચોમાસામાં ચિત્રાદિ સં. ૧૯૭૪માં ભ૦ વિજયદેવસૂરિને એકદમ માંડેવગઢ બેલાવ્યા, આથી આ વિજયદેવસૂરિ અને ઉપાટ નેમિસાગરગણિ સપરિવાર ગુજરાતથી વિહાર કરી જલદી માંડવગઢ પહોંચી ગયા. એ વેળા ઉપાયનેમિસાગરની સાથે પં. વીરસાગર, પં. ભક્તિસાગર, પં. કુશલસાગરગણિ, મુનિ પ્રેમસાગર, પં. શુભસાગર, પં. શાંતિસાગર, પં૦ ગુણસાગર વગેરે મુનિવરે પણ માંડવગઢ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org