________________
१३४
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઝવેરીને પ્રભાવ સારો હતે. પછી તપાગચ્છના સંઘવી ચંદુ આગરાવાળાએ, “રાધનપુરના તપગચ્છવાળાએ કડુઆમતને ઉપાશ્રય ન બનાવી દે, અને કેસરખાતામાં દંડના ૧૦ રૂપિયા આપવા” આવું સમાધાન કરાવ્યું, અને સૌ વિખરાયા. પરંતુ રાધનપુરના તપાગચ્છવાળાએ કડુઆતને ઉપાશ્રય બનાવ ન આપ્યું. આથી કલેશ ચાલુ જ રહ્યો. બીજી તરફ રાધનપુરના તપગચ્છવાળાએ ભારતમાં તપગચ્છ મેટે છે એમ માની કડુઆમતવાલા સાથે જમણ વ્યવહાર બંધ કર્યો, અને કહુઆમતવાલાએ બીજા ગછવાલાને તે પિતાની સાથે ભેળવી લીધા, પછી આ કલેશ અમદાવાદમાં આવ્યો, પરંતુ અમદાવાદના તપગચછના જેનેએ કડુઆમતવાલાને ટાન્યા નહી થરાદ વિભાગના થરાદ, મેરવાડા, સૂઈગામ, વાવ વગેરે ગામમાં પણ તપગચ્છ અને કડુઆમતના શ્રાવકેમાં બે ભાગ પડયા.
થરાદના કડુઆમતવાળાએ આને નિવેડે લાવવા, અમદાવાદ જઈ સૂબા આજમખાન પાસે ફરીથી ઉપાશ્રયની ફરીયાદ કરી, પણ તે સૂબે મરણ પામે, તેથી તેઓએ બાદશાહ સલીમ પાસે જવાને નિરધાર કર્યો. અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ વચ્ચે પડી આ કલેશને નીચે મુજબ સુખદ અંત આણ્યો.
૧. રાધનપુરના તપાગચ્છના ગુનેગાર જેનેને પિતાના સાગરમતમાં ભેળવી લઈને નિર્દોષ ઠરાવવા વચન આપ્યું.
૨. કડવામતના આગેવાન ભ૦ દેવાને બીજે પુત્ર ભણશાળી રૂપજીને સમજાવી, તેની મારફત થરાદના કડુઆમતવાળાને ઠંડા કર્યા.
આ રીતે શેઠે સં. ૧૬૮૦માં બંને પક્ષે વચ્ચે સુમેળ કરાવ્યું, બન્ને પક્ષે મળીને સાથે જમ્યા અને વિખરાયા.
શેઠ શાંતિદાસે રાધનપુરમાં કહુઆમતને ન ઉપાશ્રય બંધાવ્યું, પણ ત્યારથી એટલે સં૦ ૧૬૮૦ થી રાધનપુરના તપગચ્છ સંઘમાં બે પક્ષે બન્યા. પરિણામે તપગચ્છના ઉપાશ્રયના પણ આ પક્ષે માટે બે ભાગ પડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org