________________
પંચાવનમું ] આ હેમવિમલસૂરિ
૭૫૧ આપી. પં. લબ્ધિસાગરગણિના શિષ્ય બનાવ્યા તેઓનાં નામ મુનિ નેમસાગર અને મુનિ મુક્તિસાગર રાખ્યાં. બંને ભાઈઓ બુદ્ધિમાન, વિદ્વાન અને વાદી હતા.
મુનિ મુક્તિસાગરને સં. ૧૬૩ માં જમા થયેલ હતું. તેમનું ગૃહસ્થપણાનું નામ મેઘજી હતું. તે નાની ઉંમરમાં સાધુ બન્યા હતા. તેથી વધુ તેજસ્વી હતા. તેમને પદ્માવતી દેવીની સહાય હતી, સંભવ છે કે તેમનું બીજું નામ ભક્તિસાગર પણ હોય ! ત્રીજું નામ ૫૦ રાજસાગર તે હતું જ
પોર્ટુગીઝ પાદરી પીનહરએ તા. ૬-૧૧–૧૧૫ ના રોજ પોતાના દેશમાં પત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું કે, મેં જૈનવતી સાધુઓને ખંભાતમાં જોયા હતા. તેઓમાં ૮-૯ વર્ષની ઉંમરના છેકરાઓ પણ જોયા. કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્તાનના નહીં, પણ યુરેપના હોય તેવા લાગતા હતા. આટલી નાની ઉંમરમાં તેમનાં માતા-પિતા તેમને ધર્મને નામે અર્પણ કરી દે છે. (ડેટ વિન્સેટ સ્મીથનું “અકબર” તથા પ્રક. ૪૪ ફ. નં. ૮
પૃ૦ ૧૨૯ થી ૧૩૪, “તથા સૂરીશ્વર અને સમ્રાહ્માંથી) એટલે કે, આ હીરવિજયસૂરિના પરિવારમાં મુનિ મુક્તિસાગર, મુનિ કુશલસાગર, મુનિ નંદિવિજય, મુનિ સિદ્ધિચંદ્ર, મુનિ કમલવિજય વગેરે તેમની જેવા બાલમુનિઓ હતા.
આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૫૫ માં એ બંનેને પંન્યાસપદ આપ્યું હતું.'
કવિવર પર ક્ષેમવર્ધનગણિ લખે છે કે, પં. નેમસાગર તથા પં૦ મુક્તિસાગરગણિ સૂરતમાં ચોમાસુ હતા, ત્યારે સુરતમાં શેઠ શાંતિદાસ નામે મટે ધનાઢય વ્યાપારી હતું, પણ તેને કંઈ સંતાન ન હતું. તેણે એક દિવસે ઉક્ત પંન્યાસને કરગરીને વિનંતિ
૧. સં. ૧૬૪૧ના વ. શુ ૨ ને બુધવારે હીરવિજયસૂરીશ્વર યુગ પ્રધાનાવતારમાં માદલપુરમાં એક પં. રાજસાગરગણિ વિદ્યમાન હતા. તે આ પં. મુક્તિસાગરથી જૂદા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org