________________
૭૦૫
પંચાવનમું ]
આ હેમવિમલસૂરિ પં. વિવેકવિમલ ગણિ, ૫. જ્ઞાનવિમલ ગણિ વગેરે મુનિવરો સં. ૧૬૧૬માં મેડતામાં તેમની સાથે ચાતુર્માસ રહ્યા. સાચી ક્ષમાપના
મેડતામાં તપગચ્છને આગેવાન માટે વ્યાપારી મંત્રી કલ્યાણમલ રહેતો હતો. અને રાજમાન મંત્રી સહસ્ત્રમલ પણ મેડતામાં રહેતો હતો. તે બને તપાગચ્છીય શ્રાવકે હતા. પરંતુ આ બંને વચ્ચે કેઈ કારણે પ્રેમભાવ નહિ. શેઠ કલ્યાણમલ બહુ ધર્મપ્રેમી હતો. તે હમેશાં બંને વખત પ્રતિક્રમણ કરે, પાખીએ પૌષધ કરે, વ્યાખ્યાનમાં નિત્ય આવે, બહુ મૂલ્ય વસ્ત્રો પહેરે અને “સેનાની કટાર” રાખે પણ માથે પાઘડી બાંધે નહીં. તેણે રાજા ૧૭ મા રાયમાલદેવ (સં. ૧૫૮૭ થી ૧૬૭૧ પ્રક. ૫૨, પૃ. ૫૩૫) સભામાં પ્રતિજ્ઞા કરી હતી કે, હું “રાજમાન્ય મંત્રી સહસ્ત્રમલ”ને મારીશ ત્યારે જ પાઘડી બાંધીશ. આ પ્રતિજ્ઞાને ૨૫ વર્ષો વીતી ગયાં. મહે૦ ધર્મસાગરજીએ આ વાત સાંભળી નક્કી કર્યું કે, “શેઠ કલ્યાણમલ વ્રતધારી શ્રાવક છે, ધર્મપ્રેમી છે, પણ ક્રોધનું જીવંત પૂતળું છે, વટનો કટકો છે.” શેઠ મહા ધર્મસાગરજીને હમેશાં વંદન કરતે. મંત્રી સહસ્ત્રમલ પણ હંમેશાં સમય મળે ત્યારે મહાપાધ્યાયજીના દર્શને આવી જતા. મહોપાધ્યાયજીએ એક રાતે મંત્રી સહસ્ત્રમલને જણાવ્યું કે, “શેઠ કલ્યાણમલજી મહાક્રોધી છે, તમારા માટે દુશમન છે, તે તમારે રાતે એકલા જવા-આવવાનું રાખવું નહીં” શેઠ કલ્યાણમલ ત્યાં સાંજે પડિકમણું કરવા આવ્યા હતા, અને પ્રતિક્રમણ કર્યા પછી સામાયિક લઈ બેઠે હતો. એ રાતે સામાયિકમાં કંઈક “ ” ખાતે બેઠે હતું. તેણે મહેપાધ્યાયજીના ઉપર્યુક્ત શબ્દો સાંભળ્યા, અને ભારે ગુસ્સે થઈમપાધ્યાયજીને કહેવા લાગેઃ “હવે આજ પછી તમને વાંદે તે તમારો દીકરે.” એમ કહી તે સામાયિક પાર્યા વિના જ ઘરે ચાલ્યા ગયે. - એ સમયથી તેણે મહેપાધ્યાયજીને વાંચવાનું બંધ કર્યું, તેની પત્નીએ આ વાત જાણી, તેને ખૂબ સમજાવ્યું કે, “ગુરુ મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org